BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
પ્રતિબંધ:ગેસબલુનનાં વેપાર ઉપર પ્રતિબંધ

મકરસંક્રાંતિનો તહેવાર અન્વયે કેટલાક ઈસમો વગર લાયસન્સ/ પરવાનગીએ સલામતીના સાધનો વગર જાહેર માર્ગો ઉપર ઘાતક એવા હાઈડ્રોજન એકસપ્લોઝીવ ગેસ સીલીન્ડરથી ગેસબલુનનો વેપાર કરતા હોવાનું ધ્યાને આવેલ છે. હાઈડ્રોજન ગેસથી આગ- અકસ્માતનાં બનાવો બનવાની સંભાવના રહેલ છે તેમજ પર્યાવરણને નુકશાન થાય છે અને ગેસ બલુનનાં દોરામાં પક્ષી ફસાવાના બનાવો બને છે. જાહેર હિતમાં હુકમ કરી તહેવારને અનુલક્ષીને આગામી 20મી સુધી હાઈડ્રોજન એકસપ્લોઝીવ ગેસબલુનના વેચાણ અને વેપાર ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.



