Rajkot: “નારી વંદન ઉત્સવ” અંતર્ગત નારી સંરક્ષણ ગૃહ રાજકોટ ખાતે વિવિધ હેલ્પલાઇનની કામગીરી તથા ડેમોસ્ટ્રેશન અંગે જાગૃતિ સેમિનાર યોજાયો

તા.૮/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: “નારી વંદન ઉત્સવ” અંતર્ગત “મહિલા કલ્યાણ દિવસ” અન્વયે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી સમાજ કલ્યાણ વિભાગના સંયુક્ત ઉપક્રમે નારી સંરક્ષણ ગૃહ રાજકોટ ખાતે જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
જે અન્વયે દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારીશ્રી સીમાબેન શીંગાળાએ પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું. ત્યારબાદ OSC,PBSC,૧૮૧ તથા “SHE” ટીમના કાઉન્સેલરો દ્વારા પોત-પોતાના વિભાગોની જાણકારી આપી હતી. કાર્યક્રમના અંતે ૧૮૧ની ટીમ દ્વારા ફોનમાં એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવી અને ૧૮૧ હર હંમેશ તમારા સાથે છે તે વિશેની વિસ્તૃત જાણકારી આપી હતી.
જેમાં, સમાજ કલ્યાણ મદદનીશ અધીકારીશ્રી-શીવાલીબેન લાંબા, નારી સંરક્ષણ ગૃહના મેનેજર ગીતાબેન ચાવડા, OSCના કાઉન્સેલર-કલ્પનાબેન વાઘેલા, PBSC- કાઉન્સેલર, ૧૮૧- કાઉન્સેલર તથા “SHE” ટીમ કાઉન્સેલર-સ્મિતાબેન તેમજ નારી સંરક્ષણ ગૃહ તથા સમાજ કલ્યાણ છાત્રાલયની આશરે ૬૪ જેટલી બહેનો ઉપસ્થીત રહી હતી. તેમ, જીલ્લા મહિલા અને બાળ અધિકારી રાજકોટની યાદીમાં જણાવવામા આવ્યું છે.




