
તા.૦૫.૦૩.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod:ઝાલોદ તાલુકાના લીમડી ખાતે અચીવર કોલેજ તમાકુ મુક્ત અંગે સેમિનાર યોજાયો
આજ રોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને એપેડેમિક મેડિકલ ઓફિસરઓ માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અને નેશનલ ઓરલ હેલ્થ કાર્યક્રમ ના સયુંકત ઉપક્રમે અચિવર કોલેજ લીમડી ખાતે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ઓરલ હેલ્થ ચેકઅપ કાર્યક્રમ કરવામાં આવ્યો.જેમાં વિદ્યાર્થીઓને તમાકુના વ્યસન દ્વારા થતા નુકસાન અંગે અને COTPA-૨૦૦૩ ના કાયદા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું.આ કાર્યક્રમમાં ડેન્ટલ સર્જન સામૂહિક આરોગ્ય કેન્દ્ર લીમડી દ્વારા કુલ ૧૦૦ જેટલા બાળકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું. જે બાળકો મીઠી સોપારી/વિમલનું સેવન કરતા હતા જેઓનું સ્ક્રીનીંગ કરી કાઉન્સેલીંગ કરવામાં આવ્યું જિલ્લા તમાકુ નિયંત્રણ એકમ- આરોગ્ય શાખા,જિલ્લા પંચાયત દાહોદ





