HALOLPANCHMAHAL
હાલોલ:જિલ્લા SOG પોલિસે હાલોલ તાલુકાના ઘાટા ગામેથી ડિગ્રી વગર દવાખાનું ચલાવનાર બોગસ તબીબને ઝડપી પાડયો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૪.૮.૨૦૨૪
પંચમહાલ જિલ્લા એસઓજી પોલીસ દ્વારા હાલોલ તાલુકાના ઘાટા ગામેથી તબીબી ડિગ્રી વિના તબીબી પ્રેક્ટિસ કરતા બોગસ તબીબને ઝડપી પાડયો હતો મેડિકલ ઓફિસરને સાથે રાખી બોગસ તબીબ સામે પાવાગઢ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો.પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જિલ્લા એસઓજી પોલીસે બાતમીના આધારે હાલોલ તાલુકાના ઘાટા ગામે છાપો મારવામાં આવ્યો હતો.જેમાં મનોજ મુકુંદ ગેન નામનો ઇસમ મેડિકલ પ્રેક્ટિસ કરતો મળી આવ્યો હતો, જેની પાસે સરકાર માન્ય ડિગ્રીની માંગણી કરતા કોઈ ડિગ્રી મળી આવી ન હતી, જેને લઇને પોલીસે મનોજ મુકુંદ ગેન નામના બોગસ તબીબને રૂ.50.446 ની મેડિકલ દવાઓ અને સાધનો સાથે ઝડપી પાડી પાવાગઢ પોલીસ મથકે ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.





