હાલોલ- લાયન્સ ક્લબના સભ્યો તેમજ બહેનોએ પોલીસકર્મીઓને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૮.૮.૨૦૨૪
આજે રવિવારના રોજ લાયન્સ ક્લબ હાલોલ દ્વારા હાલોલ માં રાત દિવસ રાષ્ટ્ર અને સમાજની સેવા માટે ફરજ બજાવતા પોલીસ કર્મીઓ જેઓ રાતદિવસ સમાજ માટે સેવા કરતા રહ્યા છે અને સમાજ ની સુરક્ષાને ધ્યાન માં લઇને પરિવાર સાથે વાર તહેવાર મનાઈ નહી શકતા તે લાગણી ને ધ્યાન લઇ ને લાયન્સ ક્લબ હાલોલ ની બહેનો એ ભેગા થઇ ને પોલીસ મિત્રો જેમા હાલોલ ટાઉન પોલીસ,,હાલોલ રૂરલ પોલીસ ,તથા ટ્રાફિક પોલીસ કર્મીઓને રક્ષાપોટલી (રાખડી)બાંધી સારા આયુષ્ય ને સારા સ્વાસ્થ્ય માટે ની કામના કરી રક્ષા બંધનની ઉજવણી કરી હતી.જેમાં હાલોલ લાયન્સ પ્રમુખ લા.જીતેન્દ્રભાઈ સોની,સેક્રેટરી લા.નીતિન શાહ,લા.જલ્પેશભાઈ સુથાર,લા.વિરલબેન સોની,લા જોઇન્ટ સેક્રેટરી કામિનીબેન શાહ,બજરંગ દળ ના મિહિર વ્યાસ અને બહેનો તથા પ્રથમ પ્રમુખ લા.જીજ્ઞેશ બ્રહ્મભટ્ટ અને લા સચિન સોની હાજર રહ્યા હતા.





















