HALOLPANCHMAHAL

હાલોલ:ઉત્તર બુનિયાદી હાઇસ્કુલ કંજરી ખાતે ICT કમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારના હસ્તે કરાયું.

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૧.૭.૨૦૨૪

જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત ઉત્તર બુનિયાદી શાળામાં કંજરીમાં તા.20 જુલાઈ શનિવારના રોજ હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાંપ્રત પ્રવાહો સાથે તાલ મેળવી પ્રગતિ સાધે તેવા શુભ આશયથી સરકાર દ્વારા ફર્નિચર સહિત 15 કોમ્પ્યુટર ના સંપૂર્ણ ફીટીંગ સાથે અધતન લેબ શાળાને અર્પણ કરવામાં આવી છે.જ્યારે ધારાસભ્ય દ્વારા વિદ્યાર્થીઓ સાથે ગોષ્ઠિ કરી તેમના અભ્યાસ વિશે પૂછપરછ કરી વિદ્યાર્થીઓ તેમજ સંસ્થાને પોતાના આશીર્વાદ પાઠવ્યા હતા સાથે સાઠ ગૌરીવ્રત નિમિત્તે શાળાની તમામ વિદ્યાર્થીઓને સૂકા મેવાનું દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમના તેમની સાથે ગામના અગ્રની ઘનશ્યામભાઈ પટેલ, રાજુભાઈ પટેલ,નીતિનભાઈ કાછિયા તેમજ અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે શાળાના આચાર્ય એમ.એમ.શેખ તેમજ સ્ટાફ દ્વારા ધારાસભ્યને સાલ બુકેથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

 

Back to top button
error: Content is protected !!