HALOLPANCHMAHAL

હાલોલ નગર પાલીકા દ્વારા હાલોલ જ્યોતિ સર્કલ પાસે પોલીસ બંદોબસ્ત સાથે કાચા દબાણો દૂર કર્યા

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૯.૭.૨૦૨૪

હાલોલ -બોડેલી નેશનલ હાઇવે ના હાલોલ તરફના સ્ટાર્ટિંગ પોઇન્ટ જ્યોતિ સર્કલ થી બોડેલી તરફ ના માર્ગ ને અડીને પાવાગઢ આવતા પદયાત્રીઓ ની સુવિધા માટે બનાવવમાં આવેલી ફૂટપાથ ઉપર ઉભા થયેલા કાચા દબાણો આજે હાલોલ પાલિકાની ટીમ એ દૂર કર્યા હતા.લાખો રૂપિયાનો ખર્ચ કરી પાવાગઢ મહાકાળી ના દર્શને આવતા યાત્રાળુઓ આરામ થી ચાલીને પદયાત્રા કરી શકે તે માટે અત્રે ફૂટપાથ બનાવવામાં આવી હતી.આ ફૂટપાથ ઉપર વ્યાપક પ્રમાણમાં ઝુંપડાઓ ઉભા કરી દબાણો કરી દેવામાં આવ્યા હતા.હાલોલ ટોલ પ્લાઝા નજીક આવેલા જ્યોતિ સર્કલ થી બોડેલી સુધીના 43 કિમો મીટર ના માર્ગ ને રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગે વર્ષ 2020 માં નેશનલ હાઇવે ને સોંપી દેવામાં આવતા આ રોડ અને બાજુની પદયાત્રીઓ માટે બનાવવમાં આવેલી ફૂટપાથ ની દેખરેખ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા કરવામાં આવી રહી છે.આ માર્ગ સ્ટેટ હાઇવે ઓથોરિટી પાસે હતો ત્યારે વર્ષ 2016 -17 માં આ માર્ગ ઉપર હાલોલ થી પાવાગઢ સુધી ડાબી તરફ 8 કિલોમીટર જેટલી લાંબી ફૂટપાથ પાવાગઢ ચાલીને આવતા પદયાત્રીઓ ની સુવિધા માટે બનાવવામાં આવી હતી.ફૂટપાથ બનાવવની કામગીરી પૂર્ણ થઈ ન હતી તે સમયે જ આ ફૂટપાથ ઉપર જ્યોતિ સર્કલ નજીક કેટલાક લોકોએ દબાણો ઉભા કરી વેપાર ધંધા શરૂ કરી દીધા હતા.વર્ષ દરમ્યાન આવતી બે નવરાત્રી આસો નવરાત્રિ અને ચૈત્રી નવરાત્રી દરમિયાન પાવાગઢ ચાલીને આવતા પદયાત્રીઓએ લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી આ ફૂટપાથ દબાણોને કારણે બિન ઉપયોગી બની ગઈ હતી.જ્યારે આગામી તહેવાર ગુરુપૂર્ણિમાને લઇ તાજપુરા જતા લોકોને આવતા જતા તકલીફ ના પડે તે માટે અને પદયાત્રીઓએ જીવના જોખમે ચાલીને રસ્તા ઉપરથી પસાર થવું પડતું હતું.વારંવાર રજૂઆત કરવા છતાં જ્યોતિ સર્કલ ની આજુબાજુના દબાણો પોલીસ વિભાગ દ્વારા દૂર કરવામાં આવતા હતા પરંતુ આ નેશનલ હાઈવે તરફના અને ફૂટપાથ ઉપર બની ગયેલા ઝૂંપડાઓ હટાવવાની કામગીરી કરવામાં આવતી ન હોવાથી આજે હાલોલ નગરપાલિકા દ્વારા આ ફૂટપાથ ઉપર ઉભા થયેલા ઝૂંપડાઓ ને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દુર કરી દેવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!