હાલોલ-પાવાગઢ મહાકાલી મંદિરમાં ચોરી કરનારા આરોપીને કોર્ટમાં રજૂ કરાયો,પાંચ દિવસના રિમાન્ડ,એસપી,સહિતની પોલીસટીમોએ શિખર પર ધજા ચઢાવી

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૭.૧૧.૨૦૨૪
યાત્રધામ પાવાગઢ ખાતે માતાજીના નિજ મંદિર ગર્ભગૃહ માં થી માતાજીના લાખો રૂપિયાના સોનાના આભૂષણોની થયેલી ચોરીના બનાવ ને ગંભીરતા થી લઇ પંચમહાલ પોલીસે રાત દિવસ એક કરી ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડવાની સફળતા મળતા ગત રોજ મોડી સાંજે જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી સહીત એલસીબી,એસઓજી તેમજ આ કાર્યમાં જોડાયેલા તમામ પોલીસ કર્મીઓ પાવાગઢ ખાતે પહોંચી માતાજીના ચરણોમાં શીશ ઝૂકાવી મંદિર શિખર ઉપર ધજા ચઢાવી ધન્યતા અનુભવી હતી.મળેલી સફળતા ને લઇ સૌ કર્મચારી મંદિર પરિષદમાં ગરબે ગુમ્યા હતા.જયારે મંદિર ટ્રસ્ટ દ્વવારા મંદિર ખાતે પોહચેલ પોલીસ કર્મચારીઓનું ઢોલ નગારા સાથે વાગતે ગાજતે સ્વાગત કરી મંદિર સુધી લઇ જવામાં આવ્યા હતા.અને પોલીસ કર્મચારીઓ ની બહાદુરી અને કામગીરી ને બિરદાવી તેઓ નો આભાર વ્યક્ત કર્યો હતો.જ્યારે શક્તિપીઠ તેમજ યાત્રાધામ પાવાગઢ મંદિર માં લાખો રૂપિયાના માતાજીના આભૂષણો ની થયેલી ચોરી માં ઝડપાયેલ આરોપી પાસેથી શ્રી મહાકાળી માતાજીના સોનાના 6 હાર અને સોનાનો ઢોળ ચઢાવેલ બે મુગટ રૂપિયા 78 લાખ ની માતબાર રકમ ના શૃંગાર, આભૂષણો રીકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.ત્યારબાદ પોલીસે વધુ તપાસ માટે આરોપી ને નામદાર કોર્ટમાં રજુ કરી રીમાન્ડ ની માંગણી કરતા નામદાર કોર્ટે પાંચ દિવસ ના રીમાન્ડ મંજુર કરતા આરોપી પાસે થી વધુ કઈ માહિતી મળે તેવી આશા સેવાઈ રહી છે.










