HALOLPANCHMAHAL

હાલોલ- પતિ-પત્નીના ઝગડાનુ સૂખદ સમાધાન કરતી પોલીસ સ્ટેશન બેઈઝટ સપોર્ટ સેન્ટરની ટીમ

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૭.૧૦.૨૦૨૪

પતિ -પત્નીના ઝઘડા નું સુખદ સમાધાન કરાવતું પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર હાલોલ ( રૂરલ) ” સેન્ટર ખાતે આવેલ અરજદાર બહેન ને તેમના પતિ દ્વારા હેરાનગતિ હતી તેમના પતિ ને અન્ય મહિલા સાથે પ્રેમ સંબંધ છે જેથી તેમને શારિરીક અને માનસિક ત્રાસ આપે છે.પિતાનું બહુ સમય પહેલા અવસાન થયેલું છે.અને માતા મજૂરી કામ કરે છે.બહેનના લગ્નને આશરે પાંચ વર્ષ થાય છે બહેન ના પ્રેમ લગ્ન છે.આ લગ્ન જીવન માં તેમને બે બાળકો છે.એક છોકરો અને એક છોકરી. તેમનો સંસાર સુખેથી ચાલતો હતો.બીજી વાર ગર્ભવતી હતા ત્યારથી મારા પતિનું વર્તન બદલાઈ ગયું હતું. રાત્રે ઘરે મોડા આવે ઘર ખર્ચ આપે નહિ બેન ને કહ્યા વગર ઘરેથી નીકળી જાય.બેન ફોન કરે તો આવું છું એવું કહી ફોન મુકીદે.ઘરે લેટ આવે કઈ પણ પૂછું તો મારી સાથે ઝઘડો કરે. ફળિયા માંથી મને જાણવા મળ્યું કે તારા પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ છે એક દિવસ મારા પતિના ફોન મા કોલ આવ્યો મે ઉપાડ્યો તો મને જાણવા મળ્યું કે આ વાત સાચી જ છે. આ બાબત ને લઇને મારા પતિએ મારી પાસે ઝઘડો કર્યો અને મારપીટ કરી પછી હું મારા ભાઈના ઘરે આવતી રહી .આ ત્રાસ ના કારણે બહેન એ તેમના પતિ વિરુદ્ધ અરજી આપવા આવેલા.પછી તેમના પતિને pbsc સેન્ટર પર બોલાવી બન્ને પતિ પત્નીનું વ્યક્તિગત અને જૂથ માં કાઉન્સેલિંગ કર્યું .બહેનના પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ ન રાખવા માટે અને ઘરેલું હિંસાને લગતા કાયદાની સમજૂતી આપી.અને છેલ્લે પતિને ભૂલ સમજાય અને સ્વિકારી કે હવે હું મારી પત્ની પર હાથ નહિ ઉપાડું જે ભૂલ થય છે હવે બીજી વાર નહી થાય તેની બાહેધરી આપી એક પિતા અને પતિ તરીકેની ફરજો સમજાવી.પોતાના બાળકો અને પરિવારનું ભવિષ્ય કઈ રીતે ઉજ્જવળ કરવું તે સમજાવ્યું હતું.છેલ્લે બન્ને પક્ષકારો વચ્ચે સુખદ સમાધાન થયું તો બન્ને પક્ષકારો એ હાલોલ pbsc સેન્ટર નો આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!