HALOLPANCHMAHAL
ટ્રાફિક અંગે જાગૃતિ:હાલોલમાં અકસ્માત નિવારવા હાલોલ ટાઉન પોલીસ દ્વારા વાહનોમાં રીફલેક્ટર લગાવ્યા
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૯.૨.૨૦૨૫
પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફિક જાગૃતિ અને માર્ગ સલામતી માટે વિવિધ કાર્યક્રમોના આયોજન અંતર્ગત હાલોલ ટાઉન પોલીસ દ્વારા હાલોલ પાવાગઢ રોડ પર આવેલ કાળીભોંય ત્રણ રસ્તા પાસે અકસ્માત નિવારવા વાહનોમાં રીફલેક્ટર લગાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી રાત્રીના સમયે આ રીફલેક્ટર ચમકવાથી વાહન ચાલકને અંદાજ આવે અને વાહન અકસ્માત સર્જાતો અટકાવી શકાય.જ્યારે વિવિધ વાહનોને પાછળના ભાગે ટેલ લાઈટ,બ્રેક લાઈટ ચાલુ ન હોવી રેડિયમ રિફલેકટર લગાવેલ ન હોવાને કારને બનતા જીવલેણ અકસ્માતો નિવારવા માટે પોલીસ દ્વારા જરૂરી માર્ગદર્શન આપી વાહનોની પાછળ રેડિયમ રિફલેકટર લગાવી પ્રનશશનીય કામગીરી કરવામાં આવી હતી જેમાં હાલોલ ટાઉન પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.