હાલોલ વૈષ્ણવ સમાજ દ્વારા કાંકરોલી નરેશ પ.પૂ.ગોસ્વામી વ્રજેશકુમાર મહારાજ શ્રી ને પુષ્પાંજલિ અર્પી

0
13
વાત્સલ્યમ્ સમાચાર

તા.૫.માર્ચ

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

કાંકરોલી નરેશ અને પુષ્ટિમાર્ગના ચિંતિત પ્રણેતા પ.પૂ.ગોસ્વામી 108 શ્રી વ્રજેશ બાવાનો નિત્ય લીલામા પ્રવેશ બાદ હાલોલ ની વૈષ્ણવ સંપ્રદાયની સૃષ્ટિ દ્વારા હાલોલ ઝારોલા સમાજની વાડી ખાતે પૂજ્યપાદને શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ કરવા માટેનો કાર્યક્રમ વૈષ્ણવો દ્વારા યોજવામાં આવ્યો હતો. પુષ્પાંજલિ સભાની શરૂઆત મંગલાષ્ટક ના ગાન સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ યમુનાષ્ટક નું ગાન કર્યા બાદ ઉપસ્થિત વૈષ્ણવજન એ પૂજ્ય પાદ શ્રી ના ચિત્રજી ને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.આ પ્રસંગે હાલોલના ધારાસભ્ય જયદ્રસિંહજી પરમાર, જનતા બેંકના ચેરમેન રાજનભાઈ શાહ, વૈષ્ણવ સમાજના આગેવાન દિનેશભાઈ પટેલ, ઝારોલા સમાજના આગેવાનો જ્ઞાતિના આગેવાનો તથા દ્વારકાધીશ મંદિરના અને શ્રી છગન મગનલાલજી મંદિરના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.અને તેઓ દ્વારા પણ પૂજ્ય પાદશ્રી ને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી પૂજ્ય પાદશ્રી ના લીલા ગમનથી વૈષ્ણવ સમાજને મોટી ખોટ પડી છે જે ખોટ પુરાય તેવી નથી તથા પુષ્ટિમાર્ગના રાહબળ પર એવા પૂજ્ય શ્રી ને યમુનાજી પોતાના ચરણોમાં પ્રેમ અને ભાવથી સ્વીકારે તેવી વૈષ્ણવ સમાજ હાલોલ દ્વારા પ્રભુ પ્રાર્થના કરવામાં આવી હતી.

Screenshot 2023 03 05 20 36 53 31 6012fa4d4ddec268fc5c7112cbb265e7

IMG 20230305 WA0072 IMG 20230305 WA0070 IMG 20230305 WA0065 1

 

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews