ધોરણ-10નું 82.56 % પરિણામ જાહેર, ગાંધીનગરનું સૌથી વધુ 87.22% જ્યારે પોરબંદરનું સૌથી ઓછું પરિણામ 74.57% પરિણામ રહ્યું
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા 11 માર્ચથી 22 માર્ચ દરમિયાન લેવામાં આવી હતી. ગુજરાતમાં 14 લાખ વિદ્યાર્થીઓએ 10 અને 12 બોર્ડની પરીક્ષા આપી હતી. ધોરણ 10નું 82.56 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગાંધીનગરમાં સૌથી વધુ જ્યારે પોરબંદરમાં સૌથી ઓછું પરિણામ રહ્યું છે.
ધોરણ 10ના બોર્ડના રિઝલ્ટની વાત કરીએ તો આ વખતે પરિણામ 82.56% આવ્યું છે. આ વખતે કુલ 699598 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમનું પરિણામ 82.56% આવ્યું છે. સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર – દાલોદ (જિલ્લો અમદાવાદ ગ્રામ્ય) 100%, તલગાજરડા( જિલ્લો ભાવનગર) 100% રહ્યા છે. જ્યારે સૌથી પરિણામ ધરાવતો જિલ્લો ગાંધીનગર રહ્યો છે જેનું પરિણામ 87.22% આવ્યો છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો પોરબંદર 74.57% રહ્યો છે. 100% પરિણામ ધરાવતી શાળાઓની વાત કરીએ તો આ વખતે 2023ની તુલનાએ આવી સ્કૂલોની સંખ્યા વધીને 1389ને આંબી ગઈ છે જે 2023માં 272 જ હતી. 0% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા આ વખતે ઘટી છે જે 70ની આજુબાજુ છે.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.