HALOLPANCHMAHAL

હાલોલ:હર ઘર તિરંગા હર શહેર તિરંગા અંતર્ગત ધારાસભ્યની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ,કલરવ શાળાના વિદ્યાર્થીઓ 200 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ લઈને યાત્રામા જોડાયા

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૩.૮.૨૦૨૪

10 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા હર શહેર તિરંગા અભિયાન અંતર્ગત 13 મી ઓગસ્ટના રોજ હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર,હાલોલ મામલતદાર તથા હાલોલ નગર પાલિકાના ચીફ ઓફિસરની અધ્યક્ષતા માં વિશાળ તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કલરવ સ્કૂલના ૬૬૭ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.જેમાં નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે લીલી ઝંડી બતાવીને યાત્રાની શરૂઆત કરાવી હતી.જેમાં શાળાના વિદ્યાર્થીઓએ 200 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજને લઈને શહેર ના મુખ્ય માર્ગો પર ફર્યા હતા. જેમાં બધા જ વિદ્યાર્થીઓની દેશ પ્રત્યેની લાગણી સ્પષ્ટ જોવામાં આવતી હતી.આ યાત્રામાં હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર,હાલોલ મામલતદાર,નગર પાલિકા ના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર,ભાજપ શહેર પ્રમુખ તેમજ ભાજપના અન્ય મહાનુભવો આ યાત્રામાં જોડાયા હતા. યાત્રાની શરૂઆત કલરવ શાળાથી શરૂ કરીને ભાજપના કાર્યાલય પહોચી હતી અને ત્યારબાદ યાત્રા ધારાસભ્યની ઉપસ્થિતિમાં શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને તાલુકા પંચાયત ઓફિસમાં સમાપન કરવામાં આવ્યું હતું. અંતમાં શાળાના બધા જ વિદ્યાર્થીઓને અલ્પાહાર પણ કરાવવામાં આવેલ. આમ આ તિરંગા યાત્રા ખૂબ સફળ રહી અને હાલોલના દરેક નાગરિક પણ આમા જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!