HALOLPANCHMAHAL

હાલોલ:જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો ૫૪૯ મો પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી ભક્તિસભર વાતાવરણમાં કરાઈ

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૩.૪.૨૦૨૬

હાલોલ નગર ખાતે પુષ્ટિમાર્ગીય સંપ્રદાય દ્વારા આજે સોમવાર ના રોજ જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો ૫૪૯ મો પ્રાગટ્ય મહોત્સવ ની ઉજવણી ભક્તિસભર વાતાવરણમાં હર્ષઉલ્લાસ સાથે કરવામાં આવી હતી.હાલોલ નગર ખાતે પુષ્ટિમાર્ગીય સંપ્રદાય બોહળો છે.નગર માં બસ સ્ટેન્ડ સામે શ્રી દ્વારકાધીશ ની હવેલી તેમજ નગરની મધ્ય માં મંદિર ફળીયા ખાતે શ્રી છગન મગન લાલજીનું મંદિર એમ બે પુષ્ટિમાર્ગીય મંદિરો આવેલા છે. પુષ્ટિ સંપ્રદાયના સ્થાપક, પ્રણેતા, અને ભક્તિ માર્ગનો વિકાસ માટે પ્રગટ થયેલ નારાદાદી પરંપરાના મૂર્ધન્ય આચાર્ય શ્રીમદ્ વલ્લભાચાર્યજી આથી ૫૪૯ વર્ષ પૂર્વે દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશના ચંપારણ્ય ખાતે ચૈત્ર વદ એકાદશીના દિવસે પ્રગટ થયા હતા.ત્યારથી વર્ષોવર્ષ પરંપરાગત મુજબ ભારતભરમાં આ શુભ દિવસે મહાપ્રભુજીના પ્રાગટ્ય દિનની ઉજવણી પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ દ્વારા કરવામાં આવે છે.જે અંતર્ગત હાલોલ ખાતે પણ આ મહા ઓચ્છવ ને લઇ વૈષણવો માં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમાં પણ સોનામાં સુગંધ ભળાય તેમ પ્રતિ વર્ષે બંને મંદિર ની અલગ અલગ શોભાયાત્રા નીકળતી હતી. જે બંને મંદિર ની સમજૂતી થી હવે પછી દર વર્ષે વારા ફરતી એક મંદિર થી જ શોભાયાત્રા નીકળવાનું નક્કી થતા વૈષ્ણવોમાં ખુશીનો માહોલ જોવા માંડ્યો હતો. આજે બંને મંદિર ખાતે આજે વહેલી સવારે પ્રભાતફેરી ત્યારબાદ મંગળા દર્શન, પુષ્ટિ ધ્વજ,શ્રી ઠાકોરજીના તિલક ના દર્શન કરાવવામાં આવતા વૈષ્ણવ મોટી સંખ્યામાં દર્શન કરી ધન્ય થયા હતા. ત્યારબાદ શોભાયાત્રા ની ન્યોછાવર બોલાવતા શોભાયાત્રાનું સૌભાગ્ય મનોરથી સ્વ. પ્રાણવલ્લભ મોહનલાલ ઠક્કર ( મુન્નાભાઈ ઠક્કર ) ની પ્રાપ્ત થતા શ્રી છગન મગન લાલજી મંદિર ની શોભાયાત્રા કંજરી રોડ સ્થિત ગાયત્રી સોસાયટી ખાતે તેમના નિવાસ સ્થાનેથી સુશોભિત બગીમાં શ્રી વલ્લભાચાર્યજીના કદ નું ચિત્રજી શુશોભિત બગીમાં પધરાવી વાજતે ગાજતે સાંજે 5.30 કલાકે શોભાયાત્રા નીકળી હતી.શોભાયાત્રા સૌપ્રથમ બસ્ટેન્ડ સામે આવેલ દ્વારકાધીશ હવેલી ખાતે ત્યારબાદ નગર ના મુખ્ય માર્ગો પર ફરી મંદિર ફળીયા સ્થિત છગન મગન લાલજી મંદિર ખાતે પરત ફરી હતી.આ શુભ અવસરે હાલોલ નગર સહીત આજુબાજુ ના ગામમાં રહેતા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો મોટી સંખ્યામાં જોડાયા હતા.નગર માં નીકળેલ શોભાયાત્રાનું સેવાભાવી વૈષ્ણવો દ્વારા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.જેને લઇ વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ શુભ અવસરે હાલોલ નગર સહીત આજુબાજુ ના ગામમાં રહેતા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો મોટી સંખ્યામાં જોડાયા હતા. ત્યારબાદ હાલોલ નગર સહીત આજુબાજુ ગામ ના તમામ કંઠીધારી પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો દ્વારા સમૂહ મહાપ્રસાદી ( મહાજન ) નું અયોજન બ્રાહ્મણ પંચ વાડી ખાતે કરવામાં આવ્યું હતું.તેના મનોરથી તરીકે નું પણ સૌભાગ્ય સ્વ. પ્રાણવલ્લભ મોહનલાલ ઠક્કર ( મુન્નાભાઈ ઠક્કર ) ને પ્રાપ્ત થયું હતું.

Back to top button
error: Content is protected !!