
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાનાં વાંસદા ખાતે વાંસદા તાલુકા કેળવણી મંડળ દ્વારા આયોજિત પ્રતાપ હાઈસ્કૂલ ખાતે ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ માટે એજ્યુકેશન એન્ડ કેરિઅર ફેર તેમજ હિરક મહોત્સવ હોલનું ઉદ્ઘાટન વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
વાંસદા તાલુકા કેળવણી મંડળ, રોટરી ક્લબ ઓફ ગણદેવી અને તન્મય ચેરિટેબલ ટ્રસ્ટ, વલસાડ દ્વારા ધોરણ ૧૦,૧૧ અને ૧૨ સાયન્સ, કોમર્સ અને આર્ટસના વિદ્યાર્થીઓ મિત્રો માટે આ એજ્યુકેશન એન્ડ કેરિઅર ફેર કેમ્પમાં જુદી જુદી 15 જેટલી યુનિવર્સિટી માંથી તજજ્ઞ મિત્રો દ્વારા વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી આ કેરિયર કેમ્પમાં સાંસદ ધવલભાઈ પટેલે જણાવ્યું હતું કે આ કેરિઅર કેમ્પથી ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના તમામ વિધાર્થીઓ ને ખુબજ અગત્યની માહિતી પૂરી પાડવા બદલ આયોજન કર્તાઓનું આભાર વ્યક્ત કર્યો હતો આ કેમ્પ વાલીઓ તેમજ વિધાર્થીઓ માટે આર્શીવાદરૂપ નીવડશે તેમ જણાવી વિધાર્થીઓએ આ કેરિયર કેમ્પનું પૂરેપૂરો લાભ લઈ કારકિર્દી બનાવવા આહવાન કરી હાજર તમામ વિધાર્થીઓને ગિફ્ટ આપી શુભેચ્છા આપી હતી.આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી દિપ્તીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.અને વાંસદાના ગુલાબભાઈ પટેલ,વાંસદા તાલુકા કેળવણી મંડળના પ્રમુખ નટવરલાલ પાંચાલ,ઉપપ્રમુખ રાજેશભાઈ ગાંધી, મંત્રી ધર્મેશભાઈ પુરોહિત, સૌ ટ્રસ્ટીઓ, શાળાના કેમ્પસ ડાયરેકટર મહેન્દ્રસિંહ પરમાર, આચાર્ય જયદીપસિંહ પરમાર, આચાર્ય મહેશભાઈ બઢે, પ્રકાશભાઈ નાયક, પિયુષભાઇ પટેલ,પી.પી.સ્વામીજી, બી.એન.જોષી, શંકરભાઈ બીરારી,અમ્રતલાલ પરમાર સહિત તાલુકાના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમજ બિરસા મુંડા યુનિવર્સિટીના મધુકરભાઈ પાડવી, ઉકા તરસાડિયા યુનિવર્સિટીના વાઈસ ચાન્સલેર કોસ્ટા સર હાજર રહ્યા હતા. આ એજ્યુકેશન એન્ડ કેરિઅર ફેરમાં પ્રથમ દિવસે ૬૫૦ થી વધારે વિધાર્થીઓ અને વાલીઓએ લાભ લીધો હતો.




