હાલોલ:શાનેન સ્કૂલ પાસે સીબીએસસી એફિલેશન સર્ટિફિકેટ ન હોવા છતાં શિક્ષણ અપાતું હોવાનું જણાઈ આવતા શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી કરાઇ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૧.૭.૨૦૨૪
હાલોલના ગોધરા રોડ સ્થિત જેસી ગ્રુપ સંચાલિત શાનેન સ્કૂલ પાસે સીબીએસસી એફિલેશન સર્ટિફિકેટ ન હોવા છતાં આ સ્કૂલના સંચાલક દ્વારા શિક્ષણ વિભાગની જાણ બહાર અહીં સીબીએસસી ની સ્કૂલ ચલાવવામાં આવતી હોવાનું ધ્યાને આવતા પંચમહાલ જિલ્લા શિક્ષણ અધિકારી અને સીબીએસસી કમિટીએ સ્કૂલમાં તપાસ કરતા હાલોલમાં પ્રપોઝ સીબીએસસી ના નામે શાળા ચાલતી હોવાનું ધ્યાને આવતા શાળામાંથી તમામ દસ્તાવેજી પુરાવા એકત્રિત કરી સ્કૂલના ગેટ ઉપર જાહેર સૂચનાનું પોસ્ટર લગાવી જાહેરાત કરવામાં આવી છે કે આ શાળા પાસે મંજૂરી ન હોવાથી વાલીઓ એ સીબીએસસી પ્રવેશ મેળવવો નહિ સીબીએસસી વિભાગમાં પ્રવેશ લેવા બાબતે જિલ્લા શિક્ષણ સમિતિ પંચમહાલ ની કોઈ પણ પ્રકાર ની જવાબદારી રહશે નહિ તેમ જણાવવામાં આવ્યું છે.જેસી ગ્રુપ દ્વારા 2021 માં હાલોલના ગોધરા રોડ ઉપર પણ શાનેન સ્કૂલ શરૂ કરવામાં આવી હતી.શાળા સંચાલક પાસે જીએસઈબી ગુજરાતી માધ્યમ ની મંજૂરી મેળવી હતી.પરંતુ સીબીએસસી ની મંજૂરી ન હોવા છતાં અંગ્રેજી માધ્યમની સ્કૂલ શરૂ કરી છેલ્લા ત્રણ વર્ષ થી ચલાવતા હોવાનું પંચમહાલ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કરતા જણાઈ આવ્યું હતું.વધુમાં તપાસ કરતા આ શાળાના સંચાલકો દ્વારા પ્રપોઝલ સીબીએસસીના નામે રાજ્ય સરકારની એનઓસી મેળવી તેના આધારે ત્રણ વર્ષથી સીબીએસસી ની અંગ્રેજી માધ્યમનું શિક્ષણ આપવામાં આવી રહ્યું હોવાનું શિક્ષણ વિભાગની તપાસ દરમિયાન સામે આવ્યું હતું.કોઈ પણ શાળા સીબીએસસી એફિલેશન સર્ટિફિકેટ (મંજૂરી) ન મળે તે પહેલા પ્રપોઝ સીબીએસસી ના નામે શાળા ચાલુ ન રાખી શકે તેમ છતાં આ શાળા ચાલુ હોવાનું ધ્યાને આવતા શાળાનું તમામ રેકોર્ડ કબજે કરી તપાસ કમિટી દ્વારા રેકોર્ડ તપાસી શાળાને ડિસેમ્બર 2023 માં નોટીસ આપી આધાર પુરાવા રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું.તેઓ પુરવાર ન કરતા સીબીએસસી એફિલેશન સર્ટિફિકેટ (મંજૂરી) ન મળે તે પહેલા પ્રપોઝ સીબીએસસી ના નામે શાળા ચાલુ ન રાખી શકે તેમ છતાં આ શાળા ચાલુ હોવાનું ધ્યાને આવતા તપાસ કમિટી દ્વારા તપાસ કરી શાળાનું તમામ રેકોર્ડ કબજે કરવામાં આવ્યા હતા. અને શાળા ના ગેટ ઉપર પોસ્ટર લગાવી જાહેરાત કરવામાં આવી છે કે આ શાળા પાસે મંજૂરી ન હોવાથી વાલીઓ એ સીબીએસસી પ્રવેશ મેળવવો નહિ તેમ શાળાના ગેટ પર લગાવામાં આવેલ જાહેર સૂચના ના માધ્યમથી વાલીઓ ને જણાવવામાં આવ્યું છે.






