HALOLPANCHMAHAL
હાલોલ:વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ સ્કૂલ ખાતે તાલુકા કક્ષા શાળાકીય રમત-ગમત સ્પર્ધાનું આયોજન કરાયુ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧.૮.૨૦૨૪
હાલોલ નગરના ગોધરા રોડ પર આવેલ વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ સ્કૂલ માં હાલોલ તાલુકા કક્ષા શાળાકીય રમત-ગમત સ્પર્ધા નું આયોજન કરવામાં આવી રહ્યું છે.જેમાં આજ-રોજ કબડી રમત સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાલોલ તાલુકામાં આવતી વિવિધ શાળાઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો.જેમાં હાલોલ ની વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ પ્રાથમિક વિભાગ ધો-6 થી 8 ના વિદ્યાર્થીઓ દ્વારા આજ-રોજ તા-31/07/2024 ને બુધવારના રોજ અંડર-14 કબડી રમત સ્પર્ધામાં તાલુકા કક્ષાએ દ્વિતિય સ્થાન મેળવી જિલ્લા કક્ષાએ પોતાની દાવેદારી નોંધાવી શાળાનું નામ ગૌરવાંકીત કર્યું હતું.










