હાલોલ માં શ્રી મહાલક્ષ્મી માતાજીના મંદિરે આખો નોમ ની ઉજવણી આનંદ ઉત્સાહના વાતાવરણમાં કરવામાં આવી.

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૨.૯.૨૦૨૪
શ્રી દશા પોરવાડ જ્ઞાતિ સમાજ હાલોલ તથા શ્રીમાળી સોની સમાજના કુળ દેવી શ્રીમહાલક્ષ્મી માતાજીના પાટોત્સવ નિમિત્તે જ્ઞાતિ સમાજના તેમજ માતાજીના ભકતો દ્વારા આજે ભાદરવા સુદ નોમ (આખો નોમ) ની ઉજવણી ભક્તિસભર વાતાવરણમાં મંદિર પરીસદ માં કરવામાં આવી હતી.પ્રતિ વર્ષે ભાદરવા સુદ નોમ નાં દિવસે હાલોલ નગર સહિત પંથકમાં વસતા શ્રી દશા પોરવાડ જ્ઞાતિ સમાજ તથા શ્રીમાળી સોની સમાજના લોકો તેમના કુળદેવી નાં પાટોત્સવની આખો નોમ ના દિવસે ઉજવણી કરે છે. જે અંતર્ગત આજરોજ ગુરુવાર ની વહેલી સવારથી જ માતાજીના ભકતો નગરના મધ્યમમાં ખારીકુઈ પાસે આવેલ શ્રી મહાલક્ષ્મી માતાજી ના મદિરે મોટી સંખ્યામાં ઉમટી પડી માતાજીના ચરણોમાં શીશ નમાવી ધન્યતાને પામ્યા હતા. આજે વહેલી સવારે માતાજીની કેસર સ્નાન બાદ પૂજા, અર્ચના કરી સવારે નવ કલાકે મંદિર પરિસર માં શ્રી યજ્ઞનો આરંભ કરવામાં આવ્યો હતો.જે સાંજે પાંચ કલાકે શાસ્ત્રોક વિધીવધ વેદિક મંત્રોચાર સાથે પોરવાડ જ્ઞાતિ સમાજના પ્રમુખ દિવ્યાંગ આર મહેતા તેમજ રોહિતભાઈ પરીખ ના ઓએ હવન કુંડમાં શ્રીફળ હોમી આહૂતિ આપી હતી.આ પ્રસંગે માતાજીના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે ઉજવણી ના ભાગ રૂપે બંને જ્ઞાતિ સમાજના લોકો એ સાંજે પોત પોતાની જ્ઞાતિ સમાજની વાડીમાં સમૂહ ભોજન ( પ્રસાદી) નું આયોજન કરી આખો નોમ ની ઉજવણી કરી હતી.








