KALOL(Panchamahal)PANCHMAHAL

તંત્ર દ્વારા રસ્તો બંધ કરાતા ઘોડા ગામના ગ્રામજનો દ્વારા ડિવાઇડર નો રસ્તો ખુલ્લો કરવા મામલતદારને આવેદનપત્ર આપ્યું.

 

તારીખ ૧૯/૦૩/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

ગતરોજ સાંજના સુમારે કાલોલ મામલતદારને કાલોલ તાલુકાના ઘોડા ગામના ગ્રામજનો દ્વારા લેખિત આવેદનપત્ર આપી જણાવેલ છે કે ઘોડા ગામમાં પ્રવેશ માટે ડિવાઇડર ગઈકાલે એલ એન્ડ ટી ના અધિકારી અને નાયબ કલેકટર ની હાજરીમાં સદંતર બંધ કરી દેવામાં આવ્યું છે. ગત 13 માર્ચ ના રોજ આ ગામના યુવકનું અકસ્માતમાં મોત થયા બાદ ગ્રામજનો દ્વારા આંદોલન કર્યું હતું અને વહીવટી તંત્ર દ્વારા ઘટતું આ બાબતે કરવાની મૌખિક ખાતરી પણ આપવામાં આવી હતી તેમ છતાં ડિવાઇડર સદંતર બંધ કરી દેવાથી ઘોડા ગામના ગ્રામજનોને બે કિલોમીટર સુધી લાંબુ અંતર કાપવું પડે તેમ છે જેથી ભવિષ્યમાં મોટો અકસ્માત સર્જાય તેમ છે જેથી ડિવાઈડર પુનઃ ખોલી આપવા તથા ડિવાઈડર મોટું કરી આપવાની માંગણી સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આ બાબતે યોગ્ય કામગીરી નહી થાય તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

Back to top button
error: Content is protected !!