
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
નેત્રંગ નગરના મુખ્ય ચાર રસ્તા એટલે નેત્રંગ થી ડેડીયાપાડા, નેત્રંગ-ઝંખવાવ, નેત્રંગ-અંકલેશ્વર, નેત્રંગ-રાજપીપલા, નેત્રંગ-રાજપારડી આમ ચારે તરફ ના રોડ-રસ્તાઓને જોડતો વિસ્તાર એટલે ચાર રસ્તા. ચારે તરફ આવેલ રોડ-રસ્તાઓ સરકારશ્રીના ત્રણ વિભાગના તાબા હેઠળ આવેલ છે.
જેમા રાજય ધોરીમાર્ગ (એસ.એચ) નેશનલ હાઇવે (એન.એચ) અને નેશનલ હાઇવે ઓથો રેટી ઓફ ઇન્ડીયા (એન.એચ.એ.આઇ) ત્રણે વિભાગની હદ એટલે નેત્રંગ ચાર રસ્તા. ખાડાઓમાં રોડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યુ છે. રોજે રોજ ટુ વ્હીલર થી લઇ ભારેખમ મોટા વાહનો ચોવીસ ક્લાક અહિયા થી પસાર થઇ રહ્યા છે. ખાડાઓ ના સામ્રાજ્ય ના કારણે લોકોને શારીરિક તેમજ આર્થિક નુકસાન થઇ રહ્યુ છે.
મુખ્ય ચાર રસ્તા પર જ બે-ત્રણ ફૂટ ઊંડા ખાડાઓ પડેલ જોવા મળી રહ્યા છે. આગળ રોડ રસ્તા ની હાલત શુ હશે તે વાહન ચાલકો જ જાણે, નેત્રંગ પોલીસ સ્ટેશન ના ટ્રાફિક વિભાગ ના જવાનોએ જીવના જોખમે જીવલેણ ખાડાઓ પાસે ટ્રાફિક નિયંત્રણ કરવા માટે મજબુર છે.
ત્યારે વાહન ચાલકો અને આમ રાહદારીઓ રોડ રસ્તાઓ તદન બદતર હાલતમાં અને ઠેરઠેર ખાડાઓ થી હેરાનપરેશાન તોબાપોકારી ઉઠ્યા છે. ત્યારે માગૅ-મકાન વિભાગ ના ત્રણે વિભાગ ના અધિકારીઓ રોડ રસ્તા ની મરામત ને લઇ ને એકબીજાને ખો આપી રહ્યા છે. તેમા આમ જનતા પીસાઇ રહી છે.
નફટ થઇ ગએલા અધિકારીઓના રાજમાં ખુદ જીલ્લા સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્ર માર્ગ પરિવહ મંત્રીને તેમજ રાજય સરકારમાં લેખિતમાં આવેદનપત્ર પાઠવવા ની ફરજ પડી તે બાબત શરમજનક કહેવાય. વહેલી તકે યોગ્ય નિરાકરણ આવે એવી લોકો અને રાહદારીઓ માંગ કરી રહ્યા છે.


