MORBI:મહનગરપાલિકા ફાયર વિભાગની સતર્કતા તેમજ સક્ષમતા તપાસવા માટે મોરબીના નાની વાવડી ગામે સ્વિમિંગ ડ્રીલનું આયોજન
MORBI::મહનગરપાલિકા ફાયર વિભાગની સતર્કતા તેમજ સક્ષમતા તપાસવા માટે મોરબીના નાની વાવડી ગામે સ્વિમિંગ ડ્રીલનું આયોજન
મોરબી મહનગરપાલિકા ફાયર વિભાગની સતર્કતા તેમજ સક્ષમતા તપાસવા માટે મોરબીના નાની વાવડી ગામના તળાવ ખાતે તા. ૧૨/૦૬/૨૦૨૫ ના રોજ સવારે ૦૬:૦૦ કલાકે કમિશનરશ્રી તથા ડેપ્યુટી કમિશનરશ્રી મોરબી મહાનગરપાલિકાની હાજરીમાં ફાયર વિભાગ દ્વારા સ્વિમિંગ ડ્રીલનું આયોજન કરવામાં આવેલ. જેમાં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીમાં ફસાયેલ વ્યક્તિને કેવી રીતે બચાવવા તે અંગેની સફળ સ્વિમિંગ ડ્રિલ કરવામાં આવેલ.
આ સ્વિમિંગ ડ્રિલનો મુખ્ય ઉદેશ્ય મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં આગામી વર્ષાઋતુમાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી શકાય તેમજ કોઈ પણ ઈમરજન્સી વખતે તાત્કાલિક ધોરણે અગ્નિશમન શાખાનો સંપર્ક કરી નાની-મોટી દુર્ઘટના અથવા કોઈ જાન-હાનિ કે પછી કોઈ મોટી આપદા ને નિવારી શકાય અને જાન-માલને બચાવી શકાય. આવી કોઈ દુર્ઘટના થયે આપ મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ-૦૨૮૨૨ ૨૩૦૦૫૦ અને ૧૦૧ પર સંપર્ક કરી શકો છો.