HALOLPANCHMAHAL

વડોદરા:38 માં ઉર્ષે અજીમે મિલ્લતના કુલ શરીફની વિધિ સાથે ચાર દિવસીય ઉર્ષનું સમાપન,દેશ વિદેશથી ઉર્ષનો લાભ લેવા અનુયાયીઓ ઉમટ્યા

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૪.૪.૨૦૨૬

વડોદરા ખાતે તા.1 થી 4 એપ્રિલ દરમિયાન વિશ્વના તમામ સુફીઓના સરદાર બગદાદવાળા પીરની 25મી પેઢીના સંત કાદરી સૈયદ અઝીમે મિલ્લત રહે.નો 38 મો ઉર્ષ તેમજ હજરત સૈયદ મોયુનુદ્દીન બાબા કાદરીના બીજા ઉર્ષ ભારે ભક્તિભાવથી ઉજવાયો હતો.ઉર્સના પહેલા દિવસે તા.1 એપ્રિલ બુધવારના રોજ બપોરે ગોસીયા મંજિલ,અજબડી મિલ ખાતે યાકુતપુરાથી ગાદીપતિ હજરત સૈયદ અમીરુદ્દુન બાબા કાદરી તેમજ નાયબ ગાદીપતી સૈયદ કબીરુદ્દીન બાબા કાદરી સાહેબની ઉપસ્થિતિમાં વિશાળ જનમેદની સાથે સંદલનું ભવ્ય જુલુસ વડોદરા શહેરમાં નીકળ્યું હતું.જે શહેરના મુખ્ય માર્ગોએ થઈ મોડી સાંજે મેમણ કોલોની ખાતે આવેલ દરગાહ ખાતે પહોંચ્યું હતું.ત્યારબાદ દેશભરના વિવિધ ખાનકાહોના ગાદીપતિ, વિદ્ધાનો,શાયરો, ઇજનેરો,તબીબો સહિત બુદ્ધિજીવી અગ્રણીઓની હાજરીમાં સંદલ શરીફ અને ચાદરની પરંપરાગત વિધિ થઈ હતી. જ્યારે ઉર્ષના બીજા દિવસે રાત્રે આધ્યાત્મિક પ્રવચનના કાર્યક્રમમાં બગદાદ શરીફ થી પધારેલા અશશૈખ સૈયદ ઉમર સલીમ સાહેબ હુસૈની ધ્વારા ઇસ્લામ વિશે પ્રવચન આપ્યું હતું.જ્યારે ઉર્ષના ત્રીજા દિવસના પ્રવચનમાં કલકત્તાથી પધારેલા કારી નિસાર એહમદ સાહેબ ,મુફ્તી સરફરાજ સાહબ તેમજ ભારતના ટોચના વિદ્ધાન મૌલાનાઓએ કુરાનના ઉપદેશો સમજાવ્યા હતા.જ્યારે બેહરાઇચ શરીફથી પધારેલ જનાબ શાને આલમ મસઉદી સાહેબ તેમજ ભદોહી થી મેહતાબ આલમ એ પોતાના બુલબુલા અંદાજમાં નાતો મનકબત પેસ કરી હતી જેને લઈ ઉર્ષ માં આવેલા તમામ જાયરીનો ઝૂમી ઉઠ્યા હતા.જ્યારે આ કાર્યક્રમમાં માત્ર ગુજરાત જ નહીં દેશ વિદેશથી હજારોની સંખ્યામાં શ્રોતાગણો મોડે સુધી શિસ્તબદ્ધ હાજરી આપી હતી.ત્યારે ખાનકાહે એહલે સુન્નતના ગાદીપતી હજરત સૈયદ અમીરુદ્દીન બાબા કાદરી તથા નાયબ ગાદીપતિ સૈયદ કબીરુદ્દીન બાબા સાહેબના માર્ગદર્શન હેઠળ હઝરત મૌલાના મુસ્તાકીમ સાહેબ નઇમીએ સફળતાપૂર્વક સંચાલન કર્યું હતું.જ્યારે ઉજવણીના છેલ્લા દિવસે 4 એપ્રિલ શનિવારે સવારે 10:00 કલાકે કુરાન પઠન અને મિલાદનું આયોજન કરાયું હતું.બપોરે 1:30 વાગે કાદરી વંશાવલી પઠન સલામ અને ગાદીપતિ હજરત સૈયદ અમીરુદ્દીન બાબા સાહેબની વિશેષ દુવાઓ સાથે ચાર દિવસીય ઉર્સનું સમાપન થયુ હતું.જેમાં મોટી સંખ્યામાં દેશ-વિદેશથી અનુયાઈઓ ઉર્સનો લાભ લેવા ઉમટી પડ્યા હતા.

Back to top button
error: Content is protected !!