MORBIMORBI CITY / TALUKO

MORBI:બીજામૃતથી બીજની શક્તિ વધારો; બીજથી લઈને પાક સુધીની સફળ ખેતી

MORBI:બીજામૃતથી બીજની શક્તિ વધારો; બીજથી લઈને પાક સુધીની સફળ ખેતી

 

 

પ્રકૃતિ સાથે જોડાણનું અમૃત, બીજામૃત: પર્યાવરણ સંવર્ધનલક્ષી અભિગમ

પ્રાકૃતિક ખેતી એ આજના સમયમાં ટકાઉ અને પર્યાવરણલક્ષી ખેતીનું એક મહત્વનું સ્વરૂપ છે, જેમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ ટાળીને કુદરતી રીતે પાકનું ઉત્પાદન કરવામાં આવે છે. આ પદ્ધતિમાં બીજામૃત એક અગત્યનું તત્વ છે, જે બીજની ગુણવત્તા અને પાકની ઉત્પાદકતા વધારવામાં મદદ કરે છે.

બીજામૃત એ પ્રાકૃતિક ખેતીમાં બીજની શક્તિ, અંકુરણ ક્ષમતા અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તે ગાયના ગૌમૂત્ર, ગાયનું છાણ, ચૂનો અને અન્ય કુદરતી ઘટકોના મિશ્રણથી બનાવવામાં આવે છે. આ દ્રાવણ બીજને વાવતા પહેલાં તેની સપાટી પર લગાડવામાં આવે છે, જેથી બીજ રોગો અને જીવાતોથી સુરક્ષિત રહે અને તેનું અંકુરણ ઝડપી થાય.

બીજામૃત બનાવવું ખૂબ જ સરળ અને બિન ખર્ચાળ છે. બીજામૃત બનાવવા માટે ૫ લિટર દેશી ગાયનું ગૌમૂત્ર, ૫ કિગ્રા દેશી ગાયનું તાજું છાણ, ૨૫૦ ગ્રામ ચૂનો અથવા કળી ચૂનો, ૨૦ લિટર સ્વચ્છ પાણી અને મુઠ્ઠીભર ખેતરની માટી એમ આ બધા પદાર્થોને પાણીમાં ભેળવીને ૨૪ કલાક સુધી રાખવાનું તથા દિવસમાં બે વાર હલાવવાનું રહે છે. ત્યારબાદ બીજની ઉપર બીજામૃત નાખીને તેને માવજત આપી તે પછી છાયામાં સુકવ્યા બાદ વાવણી કરવાની હોય છે. બીજામૃત દ્વારા માવજત આપેલ બિયારણ જલ્દી અને વધારે પ્રમાણમાં ઉગે છે તેના મૂળ ઝડપથી વધે છે ઉપરાંત જમીનજન્ય રોગથી બચી રહે છે અને સારી રીતે ફુલે ફાલે છે.

બીજામૃત પ્રાકૃતિક ખેતીનો એક મહત્વનો ભાગ છે, જે ખેડૂતોને ઓછા ખર્ચે ઉચ્ચ ગુણવત્તાયુક્ત પાક ઉત્પાદનમાં મદદ કરે છે. તેનો ઉપયોગ માત્ર બીજની ગુણવત્તા અને પાકની ઉત્પાદકતા વધારે છે, પરંતુ જમીનની ફળદ્રુપતા અને પર્યાવરણનું રક્ષણ પણ કરે છે. આજના સમયમાં, જ્યારે રાસાયણિક ખેતીના દુષ્પરિણામો સ્પષ્ટ થઈ રહ્યા છે, ત્યારે બીજામૃત જેવી પદ્ધતિઓ ખેડૂતો માટે વરદાન સાબિત થઈ રહી છે.

Back to top button
error: Content is protected !!