જાંબુઘોડા:ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિના પખવાડિયાની ઉજવણી નિમિતે જાબુઘોડા ભાજપા યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૯.૬.૨૦૨૪
ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જી ની પુણ્યતીથીની પખવાડિયા ની ઉજવણી નીમીતે જાંબુઘોડાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે શનિવારે ભાજપ યુવા મોરચાના કાર્યકરો દ્વારા ઇન્દુ બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પંચમહાલ જીલ્લા યુવા મોરચાના પ્રભારી યોગદીપસિંહ જાડેજા,જાંબુઘોડા તાલુકા પંચાયતના પ્રમુખ લાલસિંહભાઈ બારીઆ,જાંબુઘોડા ગ્રુપ ગ્રામ પંચાયત ના યુવા સરપંચ જીતકુમાર દેસાઈની વિશેષ ઉપસ્થિતીમાં ભારતીય જનતા પાર્ટી ના જાંબુઘોડાના યુવા મોરચાના કાર્યકરો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.જેમાં જરૂરિયાત મંદ લોકોને બ્લડ ની જરુર પડતી હોય છે અને તે લોકોને સરળતાથી બ્લડ મળી શકે તેવા ઉમદા હેતુથી બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 35 જેટલા યુવા મોરચાના કાર્યકરોએ બ્લડ ડોનેશન કરી ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીની બલિદાન ની પખવાડિયા ની ઉજવણી કરી હતી.






