હાલોલ: ચાચડિયાનો લિસ્ટેડ બુટલેગર હિતેશ ઉર્ફે જાડાને હાલોલ રૂરલ પોલીસે પાસા હેઠળ રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧.૭.૨૦૨૪
પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ જિલ્લામાં દેશી તેમજ વિદેશી દારૂની અસામાજિક પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવા તેમજ બટલેગરો ઉપર પાસા તથા તડીપારની કાર્યવાહી કરવા હાલોલ પોલીસ અધિક્ષક વી.જે.રાઠોડ દ્વારા હાલોલ રૂરલ પોલીસ મથકના પીઆઈ આર.એ.જાડેજાને સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું.જેમાં હાલોલ તાલુકાના ચાચડિયા ગામે રહેતો લિસ્ટેડ બુટલેગર હિતેશ ઉર્ફે જાડો જસવંતસિંહ રાઠોડ ની વિરુદ્ધમાં હાલોલ રૂરલ પોલીસ,હાલોલ ટાઉન પોલીસ તેમજ જાંબુઘોડા પોલીસ મથકે વિદેશી દારૂ પોતાના કબજામાં રાખવાનો તથા વેચવાનો અને હેરાફેરી કરવાના પ્રોહિબીશન ના ત્રણ અલગ અલગ ગુના દાખલ થયેલા હતા જેને લઇ હાલોલ રૂરલ પોલીસ મથકના પીઆઈ આર.એ.જાડેજાએ હિતેશ જાડા સામે પાસા દરખાસ્ત તૈયાર કરાવડાવી જીલ્લા મેજિસ્ટ્રેટ પંચમહાલ ગોધરા નાઓને મોકલી આપતા હિતેશ જાડા ની પાસા દરખાસ્ત મંજૂર થતાં તેને રાજકોટ ખાતેની મધ્યસ્થ જેલમાં મોકલી આપવાનો હુકમ જિલ્લા કલેકટર આશિષ કુમાર એ કરતા હાલોલ રૂરલ પોલીસે હિતેશ જાડા ની વોચ રાખી બાતમીના આધારે તેને હાલોલ તાલુકાના અભેટવા ગામે થી ઝડપી લઇ તેની અટકાયત કરી પાસા ધારા હેઠળ રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો હતો.





