હાલોલ નગરમાં મોહરમ પર્વની તડામાર તૈયારીઓ.

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૦.૭.૨૦૨૪
હાલોલ નગરમાં મહોરમ પર્વને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છેજ્યારે મુસ્લીમ બિરાદરો દ્વારા કલાત્મક તાજીયા શણગારવામાં આવી રહ્યા છે.આગામી તા.17 જુલાઈ બુધવારના રોજ મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવશે.જ્યારે મોહરમ હિજરી સવંત મુજબ ઇસ્લામનો પ્રથમ માસ છે.ઇસ્માલ ધર્મના સ્થાપક પેગમ્બર હજરત મોહમંદ સાહેબના દોહિત્ર પુત્ર ઇમામ હુસેનની શહાદતની યાદ કરીને મુસ્લીમ સમુદાયના લોકો મોહરમ પર્વની ઉજવની કરે છે.અને તેઓની યાદમાં નગરની મસ્જિદોમાં જીક્ર શરીફ મિલાદ શરીફ ના પણ કાર્યક્રમ યોજાઈ છે જેને લઇ નગરમાં ઠેર ઠેર તડામાર તૈયારીઓ ચાલી રહી છે.જ્યારે આ ઉજવણી માં નગરના હુસેની ચોક કસ્બા ખાતેથી આગામી 17 જુલાઈ બુધવારના રોજ હાલોલ નગરના તમામ તાજિયા એકત્રિત થઈને બપોરે ભવ્ય ઝુલુસ નીકળશે જેને લઇ નગરના મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.જ્યારે નગરના મુસ્લીમ વિસ્તારોમા રોશની નો શણગાર પણ કરવામાં આવ્યો છે.










