
સાગબારાના દેવમોગરા, પાટલામહુ-1, 2 કોલવાણ-1 માં પોષણ ઉત્સવ 2024 અને પોષણ ઉડાન 2025 કાર્યક્રમ યોજાયો
પોષણ ઉડાન 2025 કાર્યક્રમમાં પોષણ, સ્થાનિક મિલેટ્સ, THR તથા સરગવાના ઉપયોગ વિશે માહિતી અપાઈ,
વાત્સલ્યમ્ સમાચાર
જેસિંગ વસાવા : ડેડીયાપાડા
નર્મદા જિલ્લા ICDS વિભાગના માર્ગદર્શન હેઠળ સાગબારાના સેજોના દેવ મોગરા, પાટલામહુ-1, 2 કોલવાણ-1 માં પોષણ ઉત્સવ 2024 અને પોષણ ઉડાન 2025 કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં CDPO શ્રી દ્વારા પોષણ ઉડાન -2025 નો હેતુ, પોષણ, સ્થાનિક મિલેટ્સ, THR તથા સરગવાના ઉપયોગ અંગે માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં આંગણવાડી બહેનો દ્વારા સ્થાનિક મિલેટ્સને લગતી વિવિધ વાનગીઓ બનાવવા આવી હતી. પોષણને અનુરૂપ વિવિધ થીમ આધારિત ડ્રોઈંગ સ્પર્ધા રાખવામાં આવી હતી. કાર્યક્રમના અંતે પોષણના સંદેશા પાઠવતી પતંગ ઉડાડી કાર્યક્રમ સમાપ્ત કરવામાં આવ્યો. સ્પર્ધામાં 1 થી 3 સ્થાન પ્રાપ્ત કરનાર બહેનોને પ્રમાણપત્ર અને પ્રોત્સાહનરૂપે Gift આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.
કાર્યક્રમમાં CDPO મુખ્ય સેવિકા, પ્રા.શા.ના આચાર્ય,શિક્ષક તેમજ ગામના આગેવાનો હાજર રહ્યા હતા. તેમજ લાભાર્થી (સગર્ભા,ધાત્રી, કિશોરી અને માતાઓ) તથા કાર્યકર બહેનો હાજર રહ્યાં
હતાં.




