HALOLPANCHMAHAL

હાલોલના નાની રણભેટ ગામ નજીક બાઇક સામે નિલગાય આવી જતા સર્જાયો અક્સ્માત,બાઇક પર સવાર મહિલાની હાલત ગંભીર 

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૧.૬.૨૦૨૪

હાલોલના ખાડી વિસ્તારમાં આવેલા નાની રણભેટ અને સુધરા ગામ પાસે ગત મોડી રાત્રે એક મોટરસાયકલ સામે નિલ ગાય આવી જતા થયેલા અકસ્માતમાં મોટરસાયકલ ઉપર ઈશ્વરીયા ગામ થી તલાવડી જવા નીકળેલા એક યુવક અને મહિલા ઇજાગ્રસ્ત થયા હતા.બંને ને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં યુવતી ને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી અને ખેંચ આવી જતા તેને વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવી હતી.હાલોલ તાલુકાના ઈશ્વરીયા ગામનો રોહિત રાજુભાઈ નાયક તેના સંબંધી ની મહિલા સોનલ રાહુલભાઈ નાયકને લઈને ગત રાત્રે મોટરસાયકલ ઉપર તેમના સંબંધી ના ઘરે ઈશ્વરીયા થી તલાવડી ગામે જઈ રહ્યા હતા, ત્યારે નાની રણભેટ અને સુધરા ગામની વચ્ચે વળાંકવાળા રસ્તા ઉપર તેઓની મોટરસાયકલ સામે એક નીલગાય (રોઝ) દોડી આવતા મોટરસાયકલ નીલગાય સાથે અથડાતા થયેલા અકસ્માતમાં મોટરસાયકલ ઉપર જઈ રહેલા બંને યુવક યુવતી રોડ ઉપર પટકાયા હતા.અકસ્માત બાદ બનાવની જાણ સ્થાનિક લોકોએ 108 એમ્બ્યુલન્સમાં કરતા સારવાર માટે હાલોલ રફેલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં યુવકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી જ્યારે યુવતીને અકસ્માત બાદ ગભરાઈ જતા તેને ખેંચ આવી જતા હાલોલ રેફરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!