BHUJGUJARATKUTCH

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ મતદાનના ૪૮ કલાક પહેલા મતવિસ્તારમાં મતદાર સિવાયના બહારથી આવતાં રાજકીય કાર્યકર્તાઓ હાજર રહી શકશે નહીં.

વાત્સલ્યમ્ સમાચાર.

બ્યુરોચીફ :- બિમલભાઈ માંકડ.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી.

ભુજ તા – ૨૦ માર્ચ : જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની તારીખો જાહેર થયેલ છે. જે અંતર્ગત તા.૧૬/૦૩/૨૦૨૪ થી ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલી છે. કચ્છ જિલ્લામાં તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન થનાર છે. ચૂંટણીની કામગીરી તા.૧૬/૦૩/૨૦૨૪ થી તા.૦૬/૦૬/૨૦૨૪ સુધી ચાલશે. લોકસભા સામાન્ય ચૂંટણીની કામગીરી દરમિયાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ રીપ્રેઝન્ટેશન ઓફ ધી પીપલ એકટ, ૧૯૫૧ની કલમ ૧૨૬ મુજબ ચૂંટણી મતદાન પૂર્ણ થવાના ૪૮ કલાક પહેલા ચૂંટણી પ્રચાર બંધ કરવાનો રહે છે. ચૂંટણી પ્રચાર માટે જે તે મતવિસ્તારમાં તે મતવિસ્તારની બહારથી આવતા રાજકીય ફંકશનરીઓ, પક્ષના કાર્યકરો, રેલી ફંકશનરી, પ્રચાર ફંકશનરીઓ વગેરે, કે જેઓ તે મતવિસ્તારના મતદારો નથી, તેઓએ ચૂંટણી પ્રચારનો સમય પૂર્ણ થયા બાદ એટલે કે મતદાનના આખરી ૪૮ કલાક પહેલા તે મતવિસ્તારમાં હાજર રહે નહીં તે માટે સૂચના આપવામાં આવી છે.જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અમિત અરોરા દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ની કલમ-૧૧૪ થી તેમને મળેલ સતાની રૂએ સમગ્ર કચ્છ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ સંદર્ભે મત વિસ્તારમાં ચૂંટણી પ્રચાર અર્થે જે તે મતવિસ્તારની બહારથી આવેલ રાજકીય અગ્રણીઓ,પક્ષના કાર્યકરો, રેલી ફંકશનરી, પ્રચાર ફંકશનરીઓ વિગરે કે જેઓ સબંધિત મતવિસ્તારના મતદારો નથી. તેઓએ ચૂંટણી પ્રચારનો સમય પૂર્ણ થયા બાદ એટલેકે મતદાન પુરું થતાં સમયગાળા પહેલા ૪૮ કલાકના સમયગાળામાં તે મતવિસ્તારમાં હાજર રહેવું નહીં તેમ ફરમાવેલ છે.કચ્છ જિલ્લાના તમામ મતવિસ્તારના ચૂંટાયેલા સંસદસભ્ય/ધારાસભ્યો મતદાન પુરું થતાં સમયગાળા પહેલા ૪૮ કલાકના સમયગાળામાં પોતે જે ચૂંટાયા હોય તે સબંધિત મતવિભાગમાં તેઓ જે તે મતવિભાગના મતદાર હોય કે ન હોય તો પણ ચૂંટણી પ્રચારમાં સામેલ ન થવાની શરતે જ રોકાઇ શકશે. તેમજ ધારાસભ્ય જે તે વિધાનસભા મતવિભાગ સિવાયના મુલાકાત લઇ શકશે નહીં. મતદાનના પુરું થતાં સમયગાળા પહેલા ૪૮ કલાકના સમયગાળામાં ઘેર ઘેર મુલાકાત લઈ ચૂંટણી પ્રચાર કરી શકાશે પરંતુ ઘેર ઘેર પ્રચાર વખતે એક સાથે વધુમાં વધુ પાંચ વ્યકિત જઇ શકશે. મતદાન પુરૂ થતાં સમયગાળા પહેલા ૪૮ કલાકના સમયગાળામાં ઘેર ઘેર પ્રચાર વખતે કાર્યકરો, નેતાઓ, જેના પર પક્ષનું પ્રતીક હોય તેવી ટોપી, મફલર, પહેરી શકશે પરંતુ બેનર્સ પ્રદર્શિત કરી શકશે નહીં.આ હુકમનું ઉલ્લંઘન કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાત્મક પોલીસ કાર્યવાહીને પાત્ર ઠરશે તેમજ દોષિત જાહેર થનારને એક માસની સાદી કેદ અથવા રૂ.૨૦૦/- નો દંડ અથવા બંને સજા થઇ શકશે. ઉપરાંત લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૩ હેઠળ તથા ભારતીય દંડ સંહિતાના પ્રકરણ-૯(એ) હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી થઇ શકશે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!