હાલોલ વી.એમ.શાહ ગુજરાતી મીડીયમ સ્કુલ ખાતે કલા મહાકુંભ સ્પર્ધા 2025 ની તાલુકા કક્ષાએ ઉજવણી કરાઈ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૬.૮.૨૦૨૫
હાલોલ ગોધરા રોડ પર આવેલ વી.એમ.શાહ ગુજરાતી મીડીયમ સ્કુલ ખાતે આજે બુધવારના રોજ કલા મહાકુંભ સ્પર્ધા – 2025 ની તાલુકા કક્ષાએ ઉજવણી કરવામાં આવી હતી જેમાં પંચમહાલ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પી.એસ.પરમાર ,બી.આર.સી કો -ઓર્ડીનેટર ધર્મેન્દ્રભાઈ ખાંટ ,વિજ્ઞાન પ્રદર્શનના મંત્રી કીર્તનભાઈ રણા તથા મધુકરભાઈ જોશી અને તેમની ટીમ ઉપસ્થિત રહ્યા હતાં જ્યારે કાર્યક્રમ ની શરૂઆતમાં તમામ આવેલ મહેમાનો નું પુષ્પહારથી સ્વાગત કરવામાં આવ્યું હતુ આજની આ સ્પર્ધામાં હાલોલ તાલુકાની વિવિધ શાળાના લગભગ 450 વિદ્યાર્થીઓએ 14 જેટલી કૃતિઓમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જ્યારે શાળાના આચાર્ય મૃગેન્દ્રસિંહ સોલંકીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ ખૂબ સારી રીતે ઉજવાયો હતો અને શાળાના શિક્ષક મિત્રોએ પણ ખૂબ સારી રીતે સુંદર આયોજન પૂરું પાડ્યું હતું જ્યારે સંગીતના નિર્ણાયક મિત્રઓએ પણ ખૂબ સારી રીતે નિષ્પક્ષ ભાવે પોતાના નિર્ણયો આપ્યા હતા અને અંતમાં વિજેતા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.