HALOLPANCHMAHAL

હાલોલમાં સૈયદના ઉમર ફારૂકે આઝમ (ર.અ) ના યૌમે વિસાલ નિમિત્તે નાના ભૂલકાઓનું ભવ્ય જુલુસ નીકળ્યુ.

 

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૩.૭.૨૦૨૪

સમગ્ર વિશ્વમાં અમીરુલ મોમીનીન ખલીફતુલ મુસ્લિમીન સૈયદના ઉમર ફારૂકે આઝમ (ર.અ) ની યાદમાં ઉજવણી કરવામાં આવી રહી છે.જેને લઇ વડોદરાના ખાનકાહે એહલે સુન્નત નાં માર્ગદર્શન હેઠળ બુધવારના રોજ હાલોલ નગરમાં પણ યૌમે વિસાલ ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં હાલોલના તમામ મદ્રસાઓના નાના ભૂલકાઓ લીમડીફળિયામાં આવેલ ફૂલશહીદ બાબા ની દરગાહ ખાતે એકત્રિત થયા હતા.અને ભવ્ય જુલુસ નીકળ્યું હતું જ્યારે નગરના મુખ્ય માર્ગો પર ફરી પાવાગઢ રોડ પર આવેલ હજરત બાદશાહ બાબાની દરગાહ ખાતે આવી પહોંચ્યું હતું અને મિલાદ શરીફ સલાતો સલામ બાદ દુઆ કરાઈ હતી ત્યારબાદ નિયાઝ તકસિમ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં નાના ભૂલકાઓ તેમજ મદ્રસાઓના ઉલમાં હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!