હાલોલ નગરના તમામ શિવાલયોમાં આજે શ્રાવણના બીજા સોમવારે ભક્તો મહાદેવના દર્શન કરવા ઉમટ્યા

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૪.૮.૨૦૨૫
પવિત્ર શ્રાવણ માસનો આજે બીજો સોમવાર છે એટલે શિવભક્તો માટે એક અનોખી આસ્થાનો દિવસ પણ કહી શકાય આજે વહેલી સવારથી જ હાલોલ નગરના તમામ શિવાલયોમાં ભક્તો મહાદેવના દર્શન કરવા ઉમટ્યા હતા.બમ બમ ભોલે અને હર હર મહાદેવ ના નાદ થી મંદિર પરિસરો ગુંજી ઉઠ્યા હતા અને વાતાવરણ ભક્તિમય બની ગયું હતું ત્યારે તમામ શિવાલયમાં શ્રદ્ધાળુઓની લાંબી કટારો જોવા મળી હતી અને ભક્તોએ શ્રાવણ માસના બીજા સોમવારે શિવલિંગ પર જળા અભિષેક,દૂધ અભિષેક અને બીલીપત્ર અર્પણ કરીને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી. આજે ભક્તો માટે માત્ર પૂજા અર્ચના જ નહીં પરંતુ એક અનેરો ઉત્સવ પણ જોવા મળી રહ્યો છે ત્યારે હાલોલના તળાવ કિનારે આવેલ શારણેશ્વર મહાદેવ મંદિર,કંજરી રોડ પર આવેલ નીલકંઠ મહાદેવ મંદિર, વડોદરા રોડ ઉપર આવેલ ભીમનાથ મહાદેવ મંદિર તેમજ સ્મશાન ખાતે આવેલ વિશ્વેશ્વર મહાદેવ મંદિર,ગોધરા બાયપાસ રોડ પર આવેલ હરિહર મહાદેવ મંદિર અને બળીયાદેવ મંદિર ખાતે આવેલ સિધેશ્વર મહાદેવ મંદિર તેમજ નગરના તમામ શિવાલય મંદિરોમાં આજે ભક્તો મહાદેવના દર્શન કરવા ઉમટ્યા હતા અને ધન્યતા અનુભવી હતી.








