HALOLPANCHMAHAL

પાવાગઢ આસો નવરાત્રી સમય દરમિયાન મીસીગ બાળકો,સ્ત્રી,વૃધ્ધોને તેમના પરીવાર સાથે મિલન કરાવતી પાવાગઢ પોલીસ

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૯.૧૦.૨૦૨૪

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે તા.૦૩/૧૦/૨૦૨૪ થી તા.૧૭/૧૦/૨૦૨૪ સુધી દરમ્યાન નવરાત્રીની ઉજવણી થયેલ હતી.જેથી પોલીસ મહાનીરીક્ષક આર.વી.અસારી પંચમહાલ-ગોધરા રેન્જ ગોધરા તથા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી પંચમહાલ-ગોધરા નાઓ તરફથી કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાઈ રહે યાત્રાળુઓને કોઇ તકલીફ ના પડે તેમજ યાત્રાળુઓ સોહાર્દ પુર્વક વાતાવરણમા દર્શન કરી શકે તેવુ માર્ગદર્શન અને સુચના આપેલ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષક વી.જે.રાઠોડ તથા તથા પો.ઇન્સ એ.વી.વોરા તથા પો.સ.ઈ આર.જે.જાડેજાઓએ મીસીંગ સેલ તથા સર્વેલન્સ સ્કોડ તથા સી ટીમની રચના કરવામાં આવી હતી.નવરાત્રી મહોત્વસની ઉજવણીમા પાવાગઢ શક્તિપીઠ ખાતે લાખોની સંખ્યામા શ્રધ્ધાળુ આવતા હોય છે.પાવાગઢ ડુગર તેમજ જંગલ વિસ્તાર હોય દરેક જગ્યાએ નેટવર્ક આવતુ ન હોય પાવાગઢ બસ સ્ટેશન તથા માચી ત્રણ રસ્તા ખાતે તથા માચી તંબુ ખાતે તથા દુધીયા ટી-પોઇન્ટ તથા મંદીર પરીસર ખાતે મીસીગ સેલ કાર્યરત કરી સઘન પેટ્રોલીગ રાખવામા આવેલુ હતુ.નવરાત્રી દરમ્યાન લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ તથા બાળકો તથા મહિલા તથા વૃધ્ધોના પોતાના પરીવારથી વિખુટા પડી જવાના બનાવો બનતા હોય કોઈ અનીચ્છનીય બનાવ ન બને તે માટે તેઓને સમયસર પરીવારથી મળવા ખુબ જ જરૂરી હોય છે.ઉપરોકત આસો નવરાત્રી મહોત્સવ દરમ્યાન કુલ-૪૨૪ બાળકો/મહીલા/વૃધ્ધો ને પોતાના પરીવારથી વિખુટા પડી ગયેલ તેઓને પાવાગઢ પોલીસ સ્ટેશન સી-ટીમ તથા મીસીગ સેલ દ્વારા શોધી કાઢી તેમના પરીવાર સાથે મિલન કરાવી પાવાગઢ પોલીસ સ્ટેશન દ્વારા સરાહનીય કામગીરી કરી હતી.

Back to top button
error: Content is protected !!