HALOLPANCHMAHAL

પાવાગઢ-બે સંતાનોની માતાએ અગમ્ય કારણોસર જીવન ટુકાવ્યુ,પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૯.૬.૨૦૨૪

યાત્રાધામ પાવાગઢ તળેટી ખાતે વાડી ફળિયામાં રહેતા અને બસ સ્ટેન્ડ પાસે ચા નાસ્તાની દુકાન ધરાવતા અજયકુમાર નૈનેશભાઈ બારીયાનીની પત્ની નિશાબેન આજે શનિવાર ના રોજ બપોરના સમયે પોતાના ઘરમાં કોઈ અગમ્ય કારણોસર ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. બનાવ ની જાન પાવાગઢ પોલીસ ને કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ બાદ અકસ્માત મોત નો ગુનો નોંધી હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પેનલ ડોક્ટર તેમજ હાલોલ મામલતદાર ની હાજરીના પીએમ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.જાણવા મળેલી માહિતી મુજબ હાલોલ તાલુકાના પાવાગઢ તળેટી ખાતે વાડી ફળિયામાં રહેતા અજયકુમાર નૈનેશભાઈ બારીયા તળેટીમાં બસ સ્ટેન્ડ પાસે ચા નાસ્તાની લારી ( દુકાન ) કરી પોતાના પરીવારનું ભરણપોષાણ કરે છે.અજયના લગ્ન વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ભાવનગરપુરા ગામ ની નવી નગરી ખાતે રહેતી નિશાબેન સાથે થયા હતા.તેના લગ્નજીવન દરમ્યાન એક છોકરો અને એક છોકરી છે.આજે નિશાબેન અજયકુમાર બારીયા ઉ.વ.28 ના ઓએ બપોરના સમયે પોતાના ઘરમાં એકલતાનો લાભ લઈ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.બનાવની જાન તેના પરિવારજનો ને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.નિશા એ અચાનક એવું પગલું ભરી દેતા તેના પિયરમાં જાન કરતા નિશાબેન ના પરિવાર પણ પાવાગઢ ખાતે આવી પહોંચ્યા હતા.બનાવ ની જાન પાવાગઢ પોલીસ ને કરતા તે ઘટના સ્થળે દોડી આવી હતી.પ્રાથમિક તપાસ કરી બનવની જાણ હાલોલ મામલતદાર ને કરવામાં આવતા તેઓ હાલોલ રેફરલ હોસ્પીટલ ખાતે દોડી આવ્યા હતા પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી પેનલ ડોક્ટર દ્વારા તેનું પીએમ કરવાની પ્રક્રિયા હાથધરી હતી. જોકે જાણવા મળેલી માહિતી મુજબ નિશાબેન અને અજયકુમાર ના લગ્નજીવન દરમ્યાન વચ્ચે થોડા સમય માટે કોઈ કારણોસર છુટા પડી ગયા હતા પરંતુ સમાજ પરિવાર ના સમજાવવાથી અને બે બાળકો ને લઇ ફરીથી પાછા ભેગા થઇ ગયા હતા છતાં આજે નિશાબેને કોઈ કારણોસર આત્મહત્યા કરી દઈ મોત વહાલું કરી દેતા અનેક સવાલો ઉભા થાય છે જોકે જે કઈ પણ હોય તે પોલીસ તપાસ માં જ બહાર આવે તેમ છે.

Back to top button
error: Content is protected !!