હાલોલ તાલુકના પાનેલાવ ગામના આધેડનો મૂર્તદેહ તળાવમાંથી મળી આવ્યો,પોલીસે તપાસ હાથ ધરી

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૬.૮.૨૦૨૫
હાલોલ તાલુકના પાનેલાવ ગામે રહેતા આધેડ આજે મંગળવારના રોજ વહેલી સવારે ઘરેથી નીકળેલ બે ચાર કલાક સુધી ઘરે પરત ન ફરતા તેઓના પરીવારજનો એ શોધખોળ કરતા તળાવ કિનારે આધેડ ના કપડાં મળતા હાલોલ ફાયર ટીમ ની મદદ થી તપાસ કરતા તળાવ માંથી તેમનો મૃતદેહ મળતા બનાવની જાણ હાલોલ રૂરલ પોલીસ ને કરતા પોલીસ ઘટના સ્થળે પોહચી પ્રાથમિક તપાસ બાદ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.જાણવા મળેલી માહિતી મુજબ હાલોલ તાલુકના પાનેલાવ ગામે રહેતા શંકરભાઇ ફકીરભાઈ રાઠોડ ઉ.વ.આશરે 53 ના ઓ આજે મંગળવારે વહેલી સવારે ઘરે થી નીકળ્યા હતા. દસ અગ્યાર વાગ્યા સુધી ઘરે ન આવતા તેમના પરીવારે તેમની ચા ની લારી એ તપાસ કરતા ચાની લારી બંધ હોવાથી પરીવાર ચિંતિત બની તેઓની શોધખોળ કરતા તેમના કપડાં ગામ તળાવ ના કિનારા ઉપર થી મળતા શંકા કુશંકા ના લગતા તેમની શોધખોળ માટે હાલોલ ફાયર ફાઈટર ની ટીમ ને જાણ કરતા ફાયર ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. અને તળાવ માંથી બે ત્રણ કલાક જેટલી ભારે જહેમત બાદ શંકરભાઇ નો મૃતદેહ મળી આવતા તેને બહાર કાઢવામાં આવ્યો હતો. બનાવની જાણ પોલીસ ને કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ બાદ મૃતકના મૃતદેહને આજે સાંજે 5 કલાકે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી અંગે તજવીજ હાથ ધરી છે.જાણવા મળેલી માહિતી મુજબ બનાવમાં ભોગ બનનાર શંકરભાઇ ચા ની લારી ચલાવી તેમના પરિવાર નું ભરણપોષણ કરતા હતા. અને તેઓ ત્રણ દીકરીના પિતા હોવાનું જાણવા મળી આવ્યું છે.








