હાલોલ – પ્રતાપપુરા ગામે વિદેશી દારૂના કટિંગ સમયે પોલીસ ત્રાટકી, પોલીસે રૂપિયા 51.36 લાખનો દારૂ જપ્ત

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૩.૫.૨૦૨૫
હાલોલ ના પ્રતાપપુરા ગામે વિદેશી દારૂના કટિંગ સમયે પોલીસ ત્રાટકી પોલીસે રૂપિયા 51.36 લાખ નો દારૂ રૂપિયા 10 લાખ ની ટ્રક રૂપિયા 3 લાખ ની ઈક્કો કાર રૂપિયા 50 હાજરની સ્કૂટર સહીત કુલ રૂપિયા 64.86 લાખ નો મુદ્દામાલ કબજે કરી બીલીયાપુરાના બુટલેગર સામે પ્રોહીબીશન નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ ને ખાનગી બાતમી ધ્વારા માહિતી મળી હતી કે હાલોલ તાલુકાના બીલીયાપુરા ગર્લ્સ હાઈસ્કૂલની પાછળ પ્રતાપપુરા ગામ નો દિલીપભાઈ શંકરભાઇ રાઠવા પોતાના ઘરની નજીક ઝાડી ઝાંખરાવાળી જગ્યામાં ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ની ટ્રક મંગાવી કટિંગ કરી અન્ય છૂટક વાહન માં સપ્લાય કરનાર છે જે બાતમી ના આધારે હાલોલ ગ્રામ્ય પોલીસ તેમજ એલસીબી ગોધરા ની ટીમે છાપો મારતા પોલીસ રેડ દરમ્યાન ભાગદોડ મચી જવા પામી હતી.જોકે પોલીસ સ્થળ પર પોહચી ત્યારે લોકો ભાગી છૂટ્યા હતા. પોલીસે તપાસ કરતા ભારતીય બનાવટ નો વિદેશી દારૂ રૂપિયા 51,36,000/- ના 51360 ક્વોટરીયા, રૂપિયા 10 લાખ ની ટ્રક, રૂપિયા 3 લાખ ની ઈક્કો કાર,તેમજ રૂપિયા 50,000/- નું સ્કૂટર સહીત કુલ રૂપિયા 64,86,600/- નો મુદ્દામાલ કબજે કરી દિલીપભાઈ શંકરભાઇ રાઠવા સામે પ્રોહિબિશન નો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.એકજ સ્થળ ઉપર આટલી મોટી માત્રામાં વિદેશી દારૂના કટિંગ સમયે પોલીસે છાપો મારતા દારૂનો વેપલો કરતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.






