HALOLPANCHMAHAL

હાલોલના જાંબુડી ખાતે 3.37 કરોડ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા ઉપર પોલીસે ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં બુલડોઝર ફેરવી નાશ કર્યો

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૮.૨.૨૦૨૫

હાલોલ ડિવિઝન માં આવતા છ પોલીસ મથક માં સને 2024 ના વર્ષ માં પ્રોહિબિશન ના નોંધાયેલ 291 ગુના માં રૂ 3.37 કરોડ ઉપરાંત નો ઝડપાયેલ ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ની નાની મોટી મળી કુલ 2,94,435 બોટલ તેમજ બીયર ટીન ઉપર હાલોલ પ્રાંત અધિકારી,નાયબ પોલીસ અધિક્ષક હાલોલ, નશાબંધી અધિકારી, હાલોલ શહેર અને ગ્રામ્ય પોલીસ મથક ના પી.આઇ તેમજ તમામ પોલીસ મથક ના પી.એસ.આઈ અને પોલીસ કર્મચારીઓ ની ઉપસ્થિતિમાં પાવાગઢ ની તળેટી માં આવેલ હાલોલ જાંબુડી ખાતે દારૂની બોટલો ઉપર બુલડોઝર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો હતો.આધારભૂત વર્તુળ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ હાલોલ ડિવિઝન માં આવેલ હાલોલ શહેર, હાલોલ ગ્રામ્ય, દામાવાવ, રાજગઢ, જાંબુઘોડા, અને પાવાગઢ આમ છ પોલીસ મથક માં સને 2024 ના વર્ષ માં કુલ 291 પ્રોહિબિશન ના ગુના નોંધાયા હતા.જેમાં ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો રૂ. 3,37,63,203/- નો જથ્થો ઝડપાયો હતો. રેડ દરમ્યાન ઝડપાયેલ મુદ્દામાલ માં 2,17,532,દારૂની નાની મોટી બોટલો તેમજ બીયર ટીન નો પાવાગઢ ની તળેટીમાં આવેલ જાંબુડી ખાતે આજે શુક્રવાર ના રોજ સવાર થી જ હાલોલ પ્રાંત અધિકારી પ્રણવ વિઠાણી, હાલોલ નાયબ પોલીસ અધિક્ષક વી.જે.રાઠોડ, હાલોલ મામલતદાર મુકેશ.બી.શાહ, નશાબંધી અધિકારી ગોધરા સહીત હાલોલ શહેર અને ગ્રામ્ય પોલીસ મથક ના પી. આઇ તેમજ છ પોલીસ મથક ના પી એસ આઈ,પોલીસ કર્મચારીઓ ની ઉપસ્થિતિમાં દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.હાલોલ ના જાંબુડી ખાતે પોલીસ ના હાથે ઝડપાયેલ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવી રહ્યો હોવાની વાત ફેલાતા લોકો તેને જોવા માટે ઉમટી પડ્યા હતા.

Back to top button
error: Content is protected !!