BHARUCHGUJARATJHAGADIYA

ઝઘડિયાના કરાડ ગામની શિક્ષિકા પર થયેલ હુમલાના વિરોધમાં તાલુકા શિક્ષક સંઘે આવેદન આપ્યું

ઝઘડિયાના કરાડ ગામની શિક્ષિકા પર થયેલ હુમલાના વિરોધમાં તાલુકા શિક્ષક સંઘે આવેદન આપ્યું

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કરાડ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતા દિપાલીબેન પરમાર પર શાળા સમય દરમિયાન ગામના જ એક ઇસમે લાકડાના સપાટા મારી હુમલો કરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ દિપાલીબેનને સારવાર માટે અંકલેશ્વર લઇ જવાયા હતા. અંકલેશ્વરના રહીશ અને કરાડ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા દિપાલીબેન પરમાર પર થયેલ હુમલાથી તાલુકાના પ્રાથમિક શિક્ષકો રોષે ભરાયા હતા અને આ ઘટનાના વિરોધમાં ઝઘડિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ઝઘડિયા મામલતદારને આવેદન આપીને આ ઘટનાના આરોપીને સખત સજા કરવામાં આવે તેવી માંગ સાથે આ ઘટનાને વખોડી કાઢી હતી. પ્રાથમિક શિક્ષકોએ આપેલ આવેદનમાં જણાવાયું હતું કે શાળામાં શૈક્ષણિક કામગીરી કરતા શિક્ષકો પર આવા હુમલા થાય તે ચલાવી લેવાય નહિ. વધુમાં શિક્ષકોએ તાલુકાના અંતરિયાળ ગામો સહિતના અન્ય સ્થળોએ ફરજ બજાવતા શિક્ષકોની સલામતિ બાબતે યોગ્ય પગલા લેવા માંગ કરી હતી.ઉલ્લેખનીય છેકે તાલુકાના એક નાના ગામની શાળામાં શિક્ષિકા પર ગામની જ એક વ્યક્તિએ હુમલો કરી ઇજાગ્રસ્ત કરતા સમગ્ર તાલુકામાં તેને લઇને લોકોમાં રોષ ફેલાયો છે. અને તાલુકામાં કથળતી જતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઇને જનતામાં ચિંતા પણ ફેલાઇ છે.

ઈરફાન ખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!