AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT
સમગ્ર ગુજરાતમાં ધુમ્મસનું સામ્રાજ્ય, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીએ પોતાનો પ્રકોપ વધાર્યો છે. ગુજરાતના મોટાભાગના શહેરો અને ગામોમાં ઠંડા પવનોને કારણે લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે. ત્યારે આગામી 28મી ડિસેમ્બર સુધી ઠંડી અને વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. આ દરમિયાન 22મી ડિસેમ્બર રાજ્યમાં વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ સર્જાયું હતું. અનેક શહેરોમાં વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ જોવા મળી રહી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી ચાર દિવસ એટલે કે 26મી ડિસેમ્બર સુધી શુષ્ક હવામાનની સંભાવના છે. જ્યારે 27મી ડિસેમ્બરે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિતના 15 જિલ્લા અને 28 ડિસેમ્બરે 13 જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી છે.
27મી ડિસેમ્બરે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી છે. 28મી ડિસેમ્બરે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે. આ માવઠાની આગાહીથી ખેડૂતો ચિંતિત બન્યા છે.