હાલોલની કલરવ શાળામાં રાખી સ્પર્ધા અને રક્ષાબંધનના પવિત્ર તહેવારની ભવ્ય ઉજવણી કરાઇ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૭.૮.૨૦૨૪
કલરવ શાળામાં રક્ષાબંધનના પવિત્ર તહેવારની ભવ્ય ઉજવણી અને તેની સાથે સાથે રાખી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આઝાદીના 78 માં વર્ષને વડાપ્રધાન એ હર ઘર તિરંગા હર શહેર તિરંગા તરીકે ઉજવવાનું જાહેર કરેલ હોવાથી તેના અંતર્ગત કલરવ શાળામાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. આ રક્ષાબંધનની સ્પર્ધામાં ધોરણ 5 થી 12 ના બંને માધ્યમના 357 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો જેમાં બધા જ વિદ્યાર્થીઓએ મોતી, ઉનની રંગબેરંગી દોરી, ટીલડા તેમજ વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરીને આકર્ષક તેમજ મનમોહક રાખડી બનાવીને પોતાની કલા કૌશલ્યનો પ્રદર્શન કર્યું. આ રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી નર્સરી વિભાગથી લઈને ધોરણ 1 થી 12 ના બંને માધ્યમમાં વર્ગવાર કરવામાં આવી હતી. આ ઉજવણીનું મુખ્ય આશય દરેક વિદ્યાર્થીઓ માં સમાનતાનો ભાવ કેળવાય, ભાઈ બહેનના પવિત્ર સંબંધના મહત્વને સમજે અને તેમનામાં એકતા અને સમાનતા નો ભાવ કેળવાય તે હેતુને ધ્યાનમાં રાખીને રક્ષાબંધનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી રક્ષાબંધનની ઉજવણી નિમિત્તે હાલોલ બ્રહ્માકુમારી કેન્દ્રના વડા સવિતા દીદી તથા બ્રહ્માકુમારી બહેનોએ શાળાના વિદ્યાર્થીઓને રાખડી બાંધી અને રક્ષાબંધનનું મહત્વ સમજાવ્યું હતું .તેમજ વિદ્યાર્થીઓ પાસે વિવિધ સંકલ્પો પણ લેવડાવ્યા હતા.

















