હાલોલની વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ સ્કૂલ ખાતે રક્ષાબંધન ની ઉજવણી કરાઇ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૭.૮.૨૦૨૪
આજે શનિવારન રોજ હાલોલ નગરના ગોધરા રોડ પર આવેલ વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ સ્કૂલ પ્રાથમિક વિભાગ ધો-1 થી 8 માં રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી હતી.સાથે ધો-3 થી 8 ના વિદ્યાર્થીઓ માટે રાખી મેકિંગ કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ના મુખ્ય-મહેમાન તરીકે હાલોલ મહાજન ઉંચ્ચ શિક્ષણ મંડળ ના પ્રમુખ પ્રફુલચંદ્ર.એમ.શાહ ના અર્ધાંગિની કુંજલતાબેન.પી.શાહ મેડમ તેમજ મંડળ ના માનદ મંત્રી સમીરભાઈ શાહ તેમજ શાળા મંડળ સભ્ય મુકુંદભાઈ દેસાઈ સાથે મહેમાન પશ્વિકાબેને પોતાની હાજરી નોંધાવી હતી અને આમ રાખી કોમ્પિટિશન ના નિર્ણાયક જીજ્ઞેશભાઈ રાઠોડ તેમજ રાજપૂત અર્જુન દ્વારા સ્પર્ધામાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓ ને પ્રથમ,દ્વિતીય,અને તૃતિય નંબર આપી સ્પર્ધાનું પરિણામ આપવામાં આવ્યું હતું આમ કાર્યક્રમ ના અંતે ઉપસ્થિત મહેમાનો દ્વારા નામાંકિત થયેલ વિદ્યાર્થીઓ ને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સ્પર્ધા ભાગ લીધેલ દરેક વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહન ઇનામ નું વિતરણ કરવામાં આવ્યું હતું. રક્ષાબંધન કાર્યક્રમ ની ધો-1 થી 8 ના બાળકો દ્વાર હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળા ના આચાર્ય હર્ષાબેન શુકલે કાર્યક્રમમાં પોતાની હાજરી આપી કાર્યક્રમ ની શોભા વધારી હતી.



















