HALOLPANCHMAHAL

હાલોલ:સમગ્ર દેશભરમાં આજથી રમજાન માસનો પ્રારંભ થયો,મુસ્લિમ બિરાદરો ઈબાદતમાં લીન થયા

તા.૨૪.માર્ચ

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

આજથી સમગ્ર દેશભરમાં મુસ્લિમ સમુદાયના પવિત્ર તહેવાર એવા રમઝાન માસનો પ્રારંભ થયો છે.ત્યારે ખુદાતાલાની ઈબાદત અને રોજા રાખી ઉપવાસ શરૂ થયો છે.ઇસ્લામ માં પવિત્ર મહિનો એટલે રમજાન ઇસ્લામ કેલેન્ડર ચંદ્રની ચાલ પ્રમાણે આવે છે એ મુજબ માર્ચ 24 તારીખથી રમજાન મહિનાનો પ્રારંભ તથા મુસ્લિમ બિરાદરો ઇબાદતમાં વ્યસ્ત બન્યા છે. રમજાન માસનું ઇસ્લામમાં અનેરૂ મહત્વ છે.આખો મહિનો અલ્લાહની બંદગી ને નેકીની અને દોલત કમાવવાનો છે.ત્યારે આજથી રમઝાન માસનો પ્રારંભ થતાં હાલોલ સહિતના વિસ્તારોમાં મુસ્લિમ બિરાદરોએ રોજા રાખવાની શરૂઆત કરી છે.વહેલી સવારના રોજા રાખતી વખતના સમયને શહેરી અને રોજા ખોલતી વખતનાં સમયને ઇફતારી કહેવામાં આવે છે.ચંદ્રની કળા મુજબ રમઝાન 29 અથવા 30 દિવસનો હોય છે.આખો મહિનો ઉપવાસ દરમિયાન કશુંજ ખાવાની અને પાણી પણ પીવાની મનાઈ હોય છે રોજા રાખ્યા પાછળનો મુખ્ય અર્થ એ હોય છે શરીરને તપવા દેવું જે રીતે રેતી અને પથ્થર સૂર્યના કિરણો સામે ટકી રહે છે.એ જ રીતે રમઝાન મહિનામાં રોજાના આંકરા ઉપવાસ કરીને મુસ્લિમ બિરાદરો અલ્લાહ પ્રત્યેના ઈમાન ને વધારે મજબૂત કરે છે રોઝાના સમયે શારીરિક રીતે ઉપવાસ કરીને શરીરની ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવીને અલ્લાના નામ સ્મરણમાં બંદગીમાં મશગુલ બનવાનું હોય છે અહીં માત્ર ખાવા પીવા ઉપર જ નહિ જ્યારે નોકરીના સમયે નોકરી પર હાજર થવાનું હોય છે અને ધંધો રોજગારને પણ રોજીની માફક સંભાળવાનું હોય છે.ઇસ્લામ એક આદેશાત્મક ધર્મ છે.એટલે એમાં માનનારા માટે અનેક આદેશો કરાય છે.ઇમામ પછી દિવસમાં પાંચ નમાજ પડવાનો આદેશ ફરજિયાત છે.જ્યારે આ મહિનામાં ગરીબો કે દુઃખીને છૂટા હાથે મદદ કરવાનો આદેશ પન ઇસ્લામમાં આપવામાં આવ્યો છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!