BANASKANTHAGUJARATPALANPUR

એન.પી.પટેલ આર્ટસ એન્ડ એસ.એ.પટેલ કૉમર્સ કૉલેજ તથા ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરનાં સંયુક્ત ઉપક્રમે ઉમાશંકર જોશીની જન્મજયંતી નિમિત્તે કાર્યક્રમ યોજાયો

21 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ, પાલનપુર સંચાલિત એન.પી.પટેલ આર્ટસ એન્ડ એસ.એ.પટેલ કૉમર્સ કૉલેજ તથા ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરનાં સંયુક્ત ઉપક્રમે ઉમાશંકર જોશીની જન્મજયંતી નિમિત્તે કાર્યક્રમ યોજાયો. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને એન.પી.પટેલ આર્ટસ એન્ડ એસ.એ.પટેલ કૉમર્સ કૉલેજનાં સંયુક્ત ઉપક્રમે ૨૧મી જુલાઈ,૨૦૨૫નાં રોજ જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત કરનાર વિશ્વશાંતિના કવિ શ્રી ઉમાશંકર જોશીની ૧૧૫મી જન્મજયંતિ  નિમિત્તે ‘સર્વત્ર ઉમાશંકર’ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં શાબ્દિક સ્વાગત બાદ સૌપ્રથમ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ઉમાશંકર જોશીની બનાવેલ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ વિદ્યાર્થીઓને બતાવવામાં આવી હતી. જેના કારણે વિદ્યાર્થીઓએ ઉમાશંકર જોશીના અવાજમાં જ તેમની કવિતાને માણી, તેમનો પ્રાથમિક પરિચય મેળવી શક્યા. આ કાર્યક્રમમાં વક્તા તરીકે આણંદથી શ્રી અશોકપુરી ગોસ્વામી અને અમદાવાદથી શ્રી રાણા બાવળિયા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં શ્રી અશોકપુરી ગોસ્વામીએ ઉમાશંકર જોશીના જીવન ઘડતરની વાતો સાથે પોતાના જીવન ઘડતરની વાતો, પોતે સર્જનની શરૂઆત કઈ રીતે કરી શક્યા? વગેરે અનેક પ્રસંગો વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરીને રજુ કર્યા હતા. જ્યારે શ્રી રાણા બાવળીયાએ ઉમાશંકર જોશીના સર્જનના પાસાંને કેન્દ્રમાં રાખીને વક્તવ્યની શરૂઆત કરી ઉમાશંકર જોશી કવિ તરીકે કઈ રીતે લોકપ્રિય બન્યા તેની વાત તેમની અનેક કવિતાઓના ઉદાહરણ દ્વારા વિદ્યાર્થીઓને સમજાવી હતી. આ કાર્યક્રમ થકી વિદ્યાર્થીઓ વિશ્વશાંતિના આ કવિને જાણી શક્યા એનો અણસાર એમના ચહેરા પર જોઈ શકાતો હતો. જે આ કાર્યક્રમની સફળતાને સૂચવે છે. કાર્યક્રમમાં સંયોજક તરીકેની ભૂમિકા ડૉ.કાર્તિકકુમાર મકવાણા તથા સંચાલક તરીકેની ભૂમિકા પ્રા.રિતિકસિંહ કુશવાહે ભજવી હતી. કૉલેજ સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતુ. આ સમગ્ર કાર્યક્રમનું સંયોજન આચાર્યા શ્રી ડૉ.મનીષાબેન કે. પટેલનાં માર્ગદર્શન હેઠળ ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ.કાર્તિકકુમાર પી. મકવાણાએ સફળતાપૂર્વક કર્યું હતું.

Back to top button
error: Content is protected !!