KALOL(Panchamahal)PANCHMAHAL

અલીન્દ્રા ખાતે આવાસ યોજનામા દલીત સમાજના ૬ સહિત ૧૦ લાભાર્થીઓને અન્યાય થયો હોવાની સભ્ય દ્વારા રજુઆત

તારીખ ૨૨ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

મેદાપુર ગ્રુપ ગ્રામ પંચાયત માં આવેલુ કાલોલ તાલુકાના અલીન્દ્રા ગામમા આવાસ યોજનાના સાચા લાભાર્થીઓ ને બદલે સરપંચ અને તલાટી ની મીલીભગત થી પાકા મકાનો વાળા લોકો ને લાભાર્થી બનાવી યાદી તૈયાર કરવામાં આવી હતી અને ખરેખર સાચા લાભાર્થીઓ અન્યાય કર્યો હતો આ લાભાર્થી માં મેદાપુર ગ્રુપ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર ૬ માં ચૂંટાયેલાં મહેશભાઈ ડાહ્યાભાઈ વાલ્મીકિ નામના યુવાને છેલ્લા એક વર્ષથી વહીવટી તંત્ર ને લેખીત રજુઆત કરી હતી પરંતુ કોઇ નક્કર કાર્યવાહી કરી નહોતી અરજદારે સાચા લાભાર્થીઓ ની યાદી સહિત ખોટા લાભાર્થીઓ ની યાદી પણ બનાવી અરજી આપી હતી તેમ છતાં પણ આ બાબતે તંત્ર દ્વારા કોઈ તપાસ કરાઈ નથી કે કોઈ જવાબ આપ્યો નથી કે કોઈ સ્થળ તપાસ, પંચ કેસ કરેલ નથી ગામના વાલ્મીકિવાસ, નાયકવાસ નાં ગરીબ અને સાચા લાભાર્થીઓ ના નામો મીલીભગત થી રદ કરી દેવામાં આવ્યા અને સરપંચ તલાટીની લાગવગ વાળા ઇસમોને લાભાર્થી બનાવેલ જે બાબતે જીલ્લા વિકાસ અધિકારી અને જીલ્લા કલેક્ટર અને જીલ્લા પોલીસ અધિક્ષક ને તાજેતરમાં લેખીત રજુઆત કરી જવાબદાર અધિકારીઓ સામે ઉચિત કાર્યવાહી કરવા માટે માંગ કરતા આજ રોજ શનીવારે કાલોલ પોલિસ સ્ટેશને જવાબ માટે બોલાવેલ છે.*અમો દલિત સમાજ ના હોવાથી અમારા મળવાપાત્ર આવાસ અમોને આપવામા આવતા નથી અને તલાટી તથા સરપંચ દ્વારા ખોટી યાદી બનાવી છે. અગાઉ શૌચાલય નાં નાણાં પણ અમારા ખાતામાં જમા કરાવ્યા નથી.અશોકભાઈ રયજીભાઈ અને મહેશભાઈ ડાહ્યાભાઈ રે અલીન્દ્રા તા કાલોલ સર્વે કરવામાં ભુલ કરવામાં આવી હોય તેવું લાગે છે મારા સમયમા સર્વે થયો નથી આંબેડકર યોજનામાં આવાસ મંજુર થાય છે જ. દિવ્યેશભાઈ તલાટી કમ મંત્રી મેદાપુર ગ્રુપ ગ્રામ પંચાયત તા કાલોલ.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!