BHUJKUTCH

કચ્‍છ જિલ્‍લામાં ૧૬મી નવે-૨૦૨૩ સુધી હથિયાર બંધી  

૩ – નવેમ્બર.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ કચ્છ :- નવેમ્બર-૨૦૨૩ માં કચ્છ જિલ્લામાં યોજાનાર ધાર્મિક તહેવારો/મેળાઓ તથા ઉત્સવોની ઉજવણી નજરે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તેમજ સુલેહ શાંતિ જળવાઇ રહે તે માટે સાવચેતીના પગલાંરૂપે ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૭ (૧) અન્‍વયે અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રી મિતેશ પંડયાએ તેમને મળેલ અધિકારની રૂએ તા.૧૬/૧૧/૨૦૨૩ સુધી સમગ્ર કચ્છ જિલ્‍લામાં હથિયારબંધીના આદેશ જાહેર કર્યા છે. આ જાહેરનામા અન્‍વયે હથિયાર લઇ જવાની ફરજ હોય, પરવાનગી આપી હોય કે અધિકૃત કરી હોય તે સિવાયની કોઇ વ્‍યકિત જાહેરનામાનો કોઇપણ ખંડનો ભંગ કરનાર અથવા ઉલ્‍લંઘન કરનારને ઓછામાં ઓછી ૪ માસની અને વધુમાં વધુ ૧ વર્ષની સજા થશે. આ ઉપરાંત ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૫ (૧) મુજબ દંડની સજા થશે.

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!