હાલોલ:યમુના કેનાલમાં હેજાડ વેસ્ટ કેમિકલ ના બેરલ ધોયેલું ઝેરી કેમિકલ યુક્ત પાણી છોડાતા હજારો માછલીઓના મોત,પાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઇ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૧.૮.૨૦૨૪
હાલોલ ના પાવાગઢ રોડ ઉપર સ્ક્રેપ ના ધંધા ની આડ માં ઔદ્યોગિક વસાહતો ના ખાનગી એકમો નો હેઝાર્ડ, અને કેમિકલ નું પ્રોસેસિંગ કરી તેનું દૂષિત પાણી હાલોલ માંથી વહેતી વિશ્વામિત્રી ના કોતર માં વહેતુ કરવામાં આવતું હોવાનું પ્રકાશમાં આવ્યું છે, કોતર ના પાણીમાં અનેક માછલીઓ ના મોત અને પાણી પીવાથી એક બદળ નું મોત થયા પછી આ સ્ક્રેપના ધંધાની આડમાં હેઝાર્ડ અને કેમિકલ નો નિકાલ કરવામાં આવતો હોવાથી પાલિકા અને જીપીસીબી ના અધિકારીઓ દોડતા થયા છે.હાલોલ ના પાવાગઢ રોડ વિસ્તાર તેમાં જે બાયપાસ રોડ ઉપર અંદાજિત 40 થી વધારે સ્ક્રેપ અને ભંગાર ના ગોડાઉન આવેલા છે, આ સ્ક્રેપ અને ભંગારના ગોડાઉનમાં દરરોજ હાલોલ ઔદ્યોગિક વસાહતમાંથી અનેક કંપનીઓનો વેસ્ટ થલવાય છે.ઔદ્યોગિક એકમો દ્વારા કંપનીમાંથી નીકળતો સ્ક્રેપ ભંગાર કે હેઝર્ડ ને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા પ્રમાણિત કરવામાં આવેલી એજન્સી એ જે તે કંપની પાસે કરાર કર્યા હોય તે મુજબ આવો વેસ્ટ જે તે એજન્સીને જ આપવાનો હોય છે આ એજન્સીઓ પાસે આ માટે સરકારશ્રીના ધારા ધોરણે મુજબ ની જગ્યા એ મુજબનું બાંધકામ અને તેમાં નકામો સ્ક્રેપ અને ભંગારનું પ્રોસેસિંગ કરવાનું યુનિટ હોવું ફરજિયાત છે.તેમ છતાં હાલોલ ની અનેક ખાનગી કંપનીઓમાંથી સરકારશ્રીના તેમજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ધારા ધોરણોને નેવે મૂકીને સ્ક્રેપ ના નામે હેઝર્ડ વેસ્ટ પણ અહીં ગેરકાયદે ઉભા થયેલા સ્ક્રેપ ના ગોડાઉનમાં ઠાલવવામાં આવે છે. અને આ ગોડાઉન માં કંપનીઓમાંથી આવેલા કેમિકલ તેમજ નકામા વેસ્ટને અહીં જાંબુડી વિસ્તારમાંથી વહેતી વિશ્વામિત્રી નદીમાં ઠાલવી દેવામાં આવે છે.પર્યાવરણને દૂષિત કરવાનું કામ આ સ્ક્રેપ ના ગોડાઉન ની આડમાં થતું હોવા છતાં જવાબદાર અધિકારીઓ કોઈ ઘટના બને ત્યારે જ તપાસ અર્થે પહોંચે છે. આવી જ એક ઘટના જાંબુડી વિસ્તારના આ યમુના કોતર માં બની છે, વિશ્વામિત્રી નદીના યમુના કોતર માં અચાનક હજારો માછલીઓ મરેલી અવસ્થામાં જણાય આવી હતી અને ત્યાં નજીકમાં રહેતા એક ખેડૂતના બળદે આ કોતરમાં પાણી પી જતા તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ હાલોલ નગરપાલિકા તેમજ જીપીસીબીના અધિકારીઓ તપાસ અર્થે દોડી ગયા હતા.અધિકારીઓને લકી ટ્રેડર્સ ના નામે સ્ક્રેપ ના ગોડાઉન નું બોર્ડ મારી તેમાં કોઈ કેમિકલ પ્રોસેસ કરવામાં આવી રહ્યું હોય તેવું સેટઅપ જણાઈ આવતા અધિકારીઓ પણ ચોકી ઉઠ્યા હતા. આ સ્ક્રેપ ના ગોડાઉન માંથી કોઈ કેમિકલ નો નિકાલ કોતરમાં કરવામાં આવ્યો હોવાથી માછલીઓ તેમજ બળદનું મોત નીપજ્યું હોવાની શંકાએ હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર હીરલબેન ઠાકરે આ સ્ક્રેપના ગોડાઉન માલિક પાસે ગોડાઉન ના બાંધકામ, જમીન અને ધંધા ની પરવાનગી સહિત ના તમામ દસ્તાવેજી પુરાવાઓ માંગવા ની કામગીરી કરવામાં આવી છે.અને એફએસએલની મદદ લઈ તમામ કેમિકલો ના સેમ્પલો તેમજ મૃત માછલીઓ અને ખેતરમાં દાટી દેવામાં આવેલા બળદને બહાર કાઢી તેના વિશેરા લેવડાવી જરૂરી કાર્યવાહી કરતા અનેક સ્ક્રેપ ના ગોડાઉન નો ના દરવાજે તાળા વાગી ગયા છે.









