

દિપક પટેલ-ખેરગામ
ખેરગામ:આદિવાસી આદિજાતિ લોક સાંસ્કૃતિક કાર્યક્રમ નિમિતે ગુજરાતી અસ્મિતા અને ધરોહરને સંવર્ધિત કરવાના વિન્રમ પ્રયાસ કરી આદિવાસી લોકનૃત્ય અને ડાંગીનૃત્ય કલાકૃતિને જાળવી રાખવા રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હેઠળની ગુજરાત રાજ્ય સંગીત નાયક અકાદમીના સહયોગથી તથા પ્રયાસ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્તાથી આ કાર્યક્રમનું આયોજન ખેરગામ તાલુકાના
નાંધાઈ ગામના ગુપ્તેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને શુભ શરૂઆત કરવામાં આવી હતી.ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખ રાજેશભાઇ પટેલ, નવસારી જિલ્લા ભાજપ આદિજાતિ મોરચાના પ્રમુખ અરવિંદભાઈ ગરાસીયા, ખેરગામ તાલુકા ભાજપ પ્રમુખ લીટેશભાઈ ગાંવિત,નવસારી જિલ્લા પંચાયતના આરોગ્ય ચેરમેન સુમિત્રાબેન ગરાસીયા,ખેરગામ તાલુકા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ જિજ્ઞાબેન પટેલ,ખેરગામ તાલુકા આદિજાતિ મોરચાના પ્રમુખ ભગવતભાઈ,
તાલુકા પંચાયતના ન્યાય સમિતિના અધ્યક્ષ પૂર્વેશભાઈ ખાંડાવાલા, નાધઇ ગામના સરપંચ પતિ રાજેશભાઈ, ખેરગામના ડેપ્યુટી સરપંચ જીગ્નેશભાઈ, માજી સરપંચ કાર્તિકભાઈ, ધર્મેશભાઈ ભરૂચા, ભૌતેશભાઇ કંસારા સહિતના અગ્રણીઓની અધ્યક્ષતામાં યોજાયો હતો. આદિવાસી આદિજાતિ લોક સાંસ્કૃતિકમાં કાર્યક્રમમાં આદિવાસી ડાંગી સહિતની વિવિધ 8 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ તમામ કૃતિઓને ઉપસ્થિત મહેમાનોએ બિરદાવી હતી.આ પ્રસંગે સામાજિક ન્યાય સમિતિ ખેરગામના અધ્યક્ષ પૂર્વેશભાઈ દ્વારા આદિજાતિ સંસ્કૃતિ તથા પરંપરાઓની સાચવી રાખવું તેમજ સરકારી કાર્યક્રમમાં મદદરૂપ થઈ આદિજાતિ સંસ્કૃતિ લોકોમાં જાગૃતિ લાવી સમાજને આગળ લાવવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામના લોકો સરપંચો અગ્રણીઓ ઉપસ્થિત રહી આદિવાસી આદિજાતિ લોક સાંસ્કૃતિક કાર્યક્રમ થકી આદિવાસીની પરંપરાને જીવિત કરવા બદલ ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા


