HALOLPANCHMAHAL

હાલોલ:વિશ્વામિત્ર અને લાયન્સ ક્લબ સનરાઈઝ હાલોલ દ્વારા આયોજિત ગરબામાં સરસ્વતી વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ ગરબાની રમઝટ બોલાવી 

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૬.૧૦.૨૦૨૪

હાલોલની સરસ્વતી વિદ્યામંદિર દ્વારા દર વર્ષની જેમ નવરાત્રી નું ભવ્ય આયોજન કરવામાં આવે છે.જેમાં વિશ્વામિત્ર અને લાયન્સ ક્લબ સનરાઈઝ હાલોલ દ્વારા આયોજિત પૂનમ પાર્ટી પ્લોટ પર નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અલગ અલગ ગ્રુપમાં વિદ્યાર્થીઓએ ગરબે રમ્યા અને મેદાનમાં ઉમંગ અને ઉલ્લાસ સાથે તમામ વિદ્યાર્થીઓ ગરબી જુમ્યા અને કોમ્પિટિશન યોજાઇ હતી.આ કોમ્પિટિશન દરમિયાન જે પણ વિદ્યાર્થીઓને નંબર આવ્યા તેઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું તથા વિશ્વામિત્ર અને લાયન્સ ક્લબ સનરાઈઝ હાલોલ તરફથી સરસ્વતી વિદ્યા મંદિરને આ સુંદર આયોજન બદલ ટ્રોફી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.આ સમગ્ર પ્રોગ્રામ દરમિયાન શાળાના ટ્રસ્ટી પ્રમુખ બંને મીડિયમના આચાર્ય ટીચિંગ સ્ટાફ નોન ટીચિંગ સ્ટાફ સમગ્ર સરસ્વતી પરિવાર એ આ પ્રોગ્રામમાં સાથ સહકાર કરાવી હાજરી આપી વિદ્યાર્થીનું પ્રોત્સાહન પણ વધાર્યું હતુ.અને પ્રોગ્રામ સફળ બનાવ્યો એ બદલ સરસ્વતી વિદ્યા મંદિર પરિવાર તરફથી તમામને સફળ પ્રોગ્રામ બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!