HALOLPANCHMAHAL

હાલોલ-જિલ્લા કક્ષા કલા-ઉત્સવમાં વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ સ્કૂલ પ્રાથમિક વિભાગ ધો-3 થી 6 ના વિદ્યાર્થીઓ ઝળક્યા

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૧.૧૦.૨૦૨૪

આજરોજ ગોધરાની સ્વામિનારાયણ હાઈસ્કૂલ માં જિલ્લા કક્ષા કલા-ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકા અને શહેર માં આવતી વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ સ્કૂલ પ્રાથમિક વિભાગ ધો-3 થી 6 ના વિદ્યાર્થીઓ એ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો.જેમાં લોકનૃત્ય,સમૂહ ગીત,લગ્ન ગીત,લોક વાર્તા, દોહા-છદ-ચોપાઈ, સર્જનાત્મક,નિબંધ,એકપાત્રિય અભિનય,વાદન સ્પર્ધા,વકૃત્વ સ્પર્ધા,ચિત્ર સ્પર્ધા વગેરે જેવી વિવિધ સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીઓ એ કુલ-13 સ્પર્ધા માં ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.જેમાં કુલ-7 સ્પર્ધામાં પ્રથમ નંબર,કુલ-5 સ્પર્ધામાં દ્વિતીય નંબર અને કુલ-1 સ્પર્ધા તૃતિય નંબર મેળવી પોતાનું નામ પોતાના પરિવાર ના નામ સાથે શાળાનું નામ જિલ્લા કક્ષાએ દીપાવ્યું તે બદલ દરેક ભાગ લેનાર વિદ્યાર્થીઓ ને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.આ બાળકો ને દરેક સ્પર્ધાનું માર્ગદર્શન આપનાર શાળા ના શિક્ષક છાયાબેન બારોટ,શિક્ષક અર્જુનસર, શિક્ષક રૂપેશ સોની,શિક્ષક બોસ્કીબેન પટેલ,શિક્ષક સુમિત્રબેન વરિયા તેમજ આ સમગ્ર ઇવેન્ટ માં સંચાલન નું માર્ગદર્શન આપનાર શાળા ના શિક્ષક વર્ષાબેન ભોજક ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

Back to top button
error: Content is protected !!