સનફાર્મા હાલોલ દ્વારા વિઠ્ઠલપૂરા પ્રાથમિક શાળામાં નવનિર્મિત મધ્યાહન ભોજન ઓરડાનુ લોકાર્પણ કરાયું.

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૬.૬.૨૦૨૪
તા.26 6 2024 બુધવારના રોજ હાલોલ નગરની વિઠ્ઠલપુરા પ્રાથમિક શાળામાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે સનફાર્મા હાલોલ દ્વારા મધ્યાહન ભોજન ઓરડો બનાવવામાં આવ્યો છે.જેનું લોકાર્પણ યોગીનાબેન.જે.પટેલ ઉપસચિવ ઉદ્યોગ,ખાણ વિભાગ સચિવાલય ગાંધીનગર તથા પ્રતીકકુમાર પંડ્યા સી.એસ.આર.હેડ વિભાગ સનફાર્માના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.મધ્યાહન ભોજન ઓરડો બનાવવાથી બાળકો માટે નાસ્તો અને ભોજન શાળામાં જ બનાવી શકાશે જેનો લાભ શાળામાં અભ્યાસ કરતા 800 બાળકોને મળશે.આ સુંદર વ્યવસ્થા માટે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી હાલોલ અને,હાલોલ એસડીએમ,હાલોલ મામલતદાર તથા શાળાના મુખ્ય શિક્ષક એસ.એમ.સી વિઠ્ઠલપુરા પ્રાથમિક શાળાએ સનફાર્મા કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો તથા આ સુંદર વ્યવસ્થા માટે શાળા પરિવાર અને યોગીનાબેન.જે.પટેલ ઉપસચિવ દ્વારા ચાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.






